રાહુલને ફાટેલો કુર્તો સિવડાવવા મળ્યો 100 રૂપિયાનો ડીડી!

ગાઝિયાબાદઃ રાહુલને ફાટેલો કુર્તો સિવડાવવા માટે ગાઝિયાબાદના એક વ્યક્તિએ રાહુલને 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી આપ્યો છે. સાથે જ તેમણે રાહુલે એક પત્ર પણ લખ્યો છે. તેમાં તેણે લખ્યું છે  કે,’હું તમારો ફાટેલો કુર્તો સિવડાવવા માટે 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી રહ્યો છું. આશા રાખું છું કે તમે મારી આ ભેટ સ્વિકારીને કુર્તો સિવડાવી લેશો.’ રાહુલે એક સભામાં  પોતાના કુર્તાનું ફાટેલું ખિસ્સુ બતાવીને કહ્યું હતું કે મારા કુર્તાનું ખિસ્સુ ફાટેલું હશે તો મને કોઇ જ ફર્ક નથી પડતો. પરંતુ મોદીજીના કપડા ક્યારે પણ ફાટતા નથી, કારણકે તેઓ ગરીબોની રાજનીતિ કરે છે.

ગાઝિયાબાદમાં એક માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા મુકેશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી 100 રૂપિયાનો ડીડી કઢાવ્યો હતો અને રાહુલને મોકલી આપ્યો હતો. રાહુલે 16 જાન્યુઆરીએ ઋષિકેશમાં જનસભામાં પોતાનો ફાટલો કુર્તો પ્રજાને બતાવ્યો હતો. અને મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે 15 લાખનો સૂટ અને ચરખો બે વિરોધાભાસ છે. ચરખાનો અર્થ ગરીબ લોકોની મહેનત છે. રાહુલની આ સાદગી પર મુકેશે તેમને પત્ર લખ્યો છે સાથે 100 રૂપિયાનો ડીડી પણ મોકલ્યો છે. જેમાં મુકેશે રાહુલને તેમની નાનકડી ભેટ સ્વિકારીને ફાટેલો કુર્તો સિવડાવી લેશો તેમ કહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like