પીએમ ખેડૂત સાથે ફોટો પડાવે તો 15 લાખનો સૂટ ગંદો થઇ જાયઃ રાહુલ

આજમગઢઃ કોંગ્રેસ ઉપાદ્યાક્ષ રાહુલ ગાંધી પોતાની કિસાન યાત્રા દરમ્યાન રવિવારે આજમગઢ પહોંચ્યા હતા. જેણે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ ઓબામા અને ચીનના રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી લેવા માટે વિદેશ જાય છે. પરંતુ ખેડૂતો સાથે સેલ્ફી નથી લેતા. રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રી માત્ર પૈસાદારોના દેવા જ માંફ કરે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે પ્રધાનમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમનો 15 લાખ રૂપિયાનો સૂટ ગંદો થઇ જાય તે માટે તેઓ  આપણી વચ્ચે નથી આવતા. ઓબામાને મળવા અમેરિકા જાય છે.  તેમણે લોકોને પૂછ્યું કે શું તમે ક્યારે પણ નરેન્દ્ર મોદીનો કોઇ ખેડૂત સાથે ફોટો જોયો છે. તેનો જવાબ પણ તેમણે જ  આપ્યો અને કહ્યું કે આવો ફોટો મળી પણ નહીં  શકશે, તેમના કપડાં ગંદા થઇ જશે.

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી સાથે સમાજવાદી પાર્ટી અને માયાવતી પર પણ નિશાન સાઘ્યું હતું. તેમણે કહ્યું કે હાથીને તમે લોકોએ ભગાડી દીધો. સાઇકલ ફસાયેલી છે, તેથી આગળ પણ વધી શકતી નથી. હવે તમે લોકો હાથનો સાથ આપો. અમારી સરકાર બનશે તો અમે તમારા દેવા માંફ કરી દઇશું.

રાહુલે રસ્તામાં સમોસા સાથે ચાની ચૂસ્કિ લીધી હતી. જેનો ફોટો ટવિટર પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં તેમની સાથે યૂપીના ગુલામ નબી આઝાદ પણ ચા પીતા જોવા મળી રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવાની છે ત્યારે ખેડૂતોની રેલી દ્વારા પ્રચારનું રણશિગુ રાહુલે ફક્યું છે.

You might also like