લૉ ગાર્ડન પાસેના સ્વાતી રેસ્ટોરન્ટમાં રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનનો માણ્યો સ્વાદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જગન્નાથ મંદિરમાં દર્શન અને મીડિયા સાથે વાતચીત કર્યા બાદ રાહુલ ગાંધી લો ગાર્ડન પહોચ્યા. જ્યાં તેમણે સ્વાતી રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજનનો એકવાર ફરી સ્વાદ માણ્યો.

આ સમયે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલા, અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ પણ હતા.

રાહુલને અહી ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું. ગુજરાતમાં પ્રચાર કરવાની સાથે રાહુલે અનેકવાર ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો છે.

રાહુલે ફાંફડા જલેબી સહિત ગુજરાતી વાનગીનો ચટકો લાગી ગયો છે.. હાલમાં જ એક સભામાં રાહુલે એ વાતની કબુલાત કરી હતી કે. તેનું ગુજરાતી ભોજનના કારણે વજન વધી ગયું છે.

You might also like