ખેડૂતોનું દેવું માફ કરવાના નિર્ણયને રાહુલે આવકાર્યો, કર્યું ટવિટ

નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને કરવામાં આવેલા દેવા માંફીના સરકારના નિર્ણયને આવકાર્યો છે. રાહુલે કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી યૂપીમાં ખેડૂતોને આશિંક રાહત થશે. પરંતુ આ યોગ્ય દિશામાં ઉઠાવવામાં આવેલ પગલું છે.

રાહુલ ગાંધીએ ટવિટ કરતા કહ્યું છે કે આપણે ખેડૂતો સાથે રાજનીતિ ન કરવી જોઇએ. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે વ્યાપક સંકટને લઇને રાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા જોઇએ. સાથે જ રાજ્યો વચ્ચે ભેદભાવ ન કરવો જોઇએ.

You might also like