લોકતંત્ર અને બંધારણની હત્યા થઇ રહી છે: રાહુલ ગાંધીનું છત્તીસગઢમાં સંબોધન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના છત્તીસગઢના પ્રવાસે રાજધાની રાયપુર પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ અહીં એક સભાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરતા પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં એક ડરનો માહોલ બનાવી દેવામાં આવ્યો છે.

અમને ડરાવવામાં આવી રહ્યા છે. યેદિયુરપ્પાના શપથગ્રહણ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે લોકતંત્રમાં આવું પ્રથમવાર બન્યું છે. સુપ્રીમ કોર્ટના જ્જોને ડરાવવામાં આવી રહ્યાં છે. જેડીએસના ધારાસભ્યોને 100 કરોડની ઓફર કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ જનસભામાં કહ્યું કે લોકતંત્ર અને બંધારણ બંનેની હત્યા કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સાંસદો કંઇ બોલી શકતા નથી. તમામ સંસ્થાઓમાં આરએસએસના લોકોને બેસાડવામાં આવ્યાં છે. એક શક્તિ ડરનો ફાયદો ઉઠાવી રહી છે. આવુ પાકિસ્તાન અથવા તાનાશાહીમાં થાય છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજકાલ સંવિધાન પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં એક તરફ ધારાસભ્યો છે અને બીજી તરફ રાજ્યપાલછે. જેડીએસએ કહ્યું કે તેમના ધારાસભ્યોને 100 કરોડની ઓફર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના રાજ્યમાં મહિલાઓ અને ગરીબોને દબાવવામાં આવી રહ્યાં છે.

You might also like