રાહુલનું ‘જન વેદના સંમેલન’, સરકાર પર વેદનાઓના ચાબખા

નવી દિલ્હીઃ મોદી સરકારને સકંજામાં લેવા માટે કોંગ્રેસ ચોક્કસ રણનીતિ બનાવી રહ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં જન વેદના સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનની આગેવાની રાહુલ ગાંધી કરી રહ્યાં છે. મંચ પર રાહુલ ગાંધી સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહ, ગુલાબ નબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે સહિતના નેતાઓ હાજર હતા. જોકે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી હાજર રહ્યાં ન હતા.

સંમેલનનું સંબોધન કરવા સાથે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું છે કે બીજેપી અને આપણા PM હંમેશા એ પૂછે છે કે કોંગ્રેસે છેલ્લાં 70 વર્ષમાં શું કર્યું. પ્રજાને ખબર છે કે અમે શું કર્યું છે. દેશના લોકોને ખબર છે કે અમારા નેતાઓ દેશ માટે લોહી અને આંસૂ વહાવ્યા છે. આજે બીજેપીએ તમામ સંસ્થાઓને નબળી બનાવી દીધી છે. ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ભારતના પ્રધાનમંત્રીની મજાક ઉડાવાઇ રહી હોય.

પીએમ દેશના ગરીબો અને ખેડૂતો સાથે થોડો સમય પસાર કરે, સાથે જ જાણવાનો પ્રયાસ કરે કે કેમ લોકો ગામડા છોડી રહ્યાં છે.  રાહુલે કહ્યું કે પીએમએ નોટબંદી પર અપરિપક્વ નિર્ણય લીધો છે. RBI ગર્વનરની વાતોને નકારી છે. બીજેપીએ લોકતાંત્રિક સંસ્થાઓને નબળી બનાવી છે. મોદીના ‘અચ્છે દિન’ વાળા સ્લોગન પર રાહુલે કહ્યું કે હવે તો ‘અચ્છે દિન’ જ્યારે કોંગ્રેસ 2019માં સત્તા પર આવશે ત્યારે આવશે.

પીએમના સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવતા રાહુલે કહ્યું કે મોદીજી કહેતા હતા કે ભારત સ્વચ્છ કરી દઇશ. બે ત્રણ દિવસ ઝાડૂ લગાવ્યું અને ચાલ્યા ગયા. સાથે જ પીએમના યોગને મજાક ગણાવીને કહ્યું કે જે પદ્માસન નથી કરી શકતા તે યોગ પણ ન કરી શકે. નોટબંદી તો એક બહાનું છે મોદીને ખ્યાલ આવી ગયો છે કે યોગ, સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાની પાછળ નહીં છુપાઇ શકાય. આપણે 16 વર્ષ પહેલાંની સ્થિતિમાં આવી ગયા છીએ.

home

You might also like