હાવડાની રેલીમાં રાહુલ ગાંધીએ કર્યા પ્રહારો

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય હુમલાનો રાઉન્ડ આશ્ચર્યચકિત છે. શનિવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોલકતાના હાવડામાં રેલીવું સંબોધન કરતાં રાજ્યમાં શાસક મમતા બેનર્જી અને કેન્દ્રની મોદી સરકાર પર ઉગ્રતાથી પ્રહારો કર્યા હતાં.

રાહુલ ગાંધીએ કહ્યું કે મમતાજી બંગાળથી ખોટા વાયદા કરી રહ્યા છે ત્યારે તેમના મિત્ર મોદીજી દિલ્હીથી ખોટા વાયદાનો વરસાદ કરી રહ્યા છે. ફલાઇવર ઘટનાને લઇને રાહુલ ગાંધીએ મમતા સરકાર પર ઉગ્રતાથી પ્રહારો કરીને કહ્યું કે આ શાસનના કામકાજમાં ગોટાળા થયા હોવાનું બહાર આવ્યું છે. રાહુલે કહ્યું કે એક ટીએમસી નેતાને ફ્લાઇવરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે પશ્વિમ બંગાળમાં હાલમાં સિન્ડીકેટ રાજ છે.

You might also like