દાળની ચોરી થઇ રહી છે, પરંતુ ચોકીદાર ચૂપ છે, અરહર મોદી, અરહર મોદી: રાહુલ

નવી દિલ્હી: લોકસભામાં આજે મોંઘવારી પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી વખતે તમે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો મોંઘવારી ઓછી કરી દઇશું પરંતુ આજે દાળ શાકભાજીઓ પણ મોંઘી થઇ રહી છે. તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તમારી સરકાર ઉદ્યોગપતિઓનું ભલું કરે છે પરંતુ ખેડૂતોને ભૂલી જાય છે.

રાહુલ ગાંધીએ સદનમાં બોલતાં કહ્યું કે રાહુલે કહ્યું કે 16 ફેબ્રુઆરી 2014ના રોજ મોદીએ કહ્યું હતું કે દેશની સમક્ષ મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. માતા અને બાળકો આખી રાત ઉંઘતા નથી, આંસૂ પીને સુવે છે. ત્યારે તેમણે વાયદો કર્યો હતો કે મોંઘવારીને રોકીશું. પરંતુ આજે દાળ અને શાકભાજીઓ ઘણી મોંઘી થઇ ગઇ છે. તેમણે ભાવની તુલના કરતાં જણાવ્યું કે કેવી રીતે ટામેટા અને દાળના ભાવ 200 ટકા સુધી વધી ગયા છે.


અમારા સમયમાં એમએસપી અને બજાર ભાવમાં 30 રૂપિયાનો ફરક હતો, હવે આ અંતર ખૂબ વધું 130 રૂપિયા થઇ ગયું છે. તમે જે વાયદા કરવા માંગો છો તે કરો, પ્રેસ કોંફ્રેસ કરો, આ સદનમાં તારીખ આપો, જ્યારે માર્કેટમાં દાળ અને ટામેટાના ભાવ ઘટી જશે.

રાહુલે કટાક્ષ કરતાં કહ્યું કે લગભગ બે મહિના પહેલાં એનડીએની બર્થડે પાર્ટી હતી, બોલીવુડના સ્ટાર આવ્યા, તમામ પ્રશંસાઓ થઇ. સ્વચ્છ ભારત, મેક ઈન ઇન્ડીયાની ચર્ચા થઇ પરંતુ સમગ્ર સેલિબ્રેશનમાં મોંઘવારીની એકવાર પણ વાત થઇ નહી. આજે આ મુદ્દો અમારી જનતા સમક્ષ સૌથી મોટો મુદ્દો છે.

તેમણે મોદી પર નિશાન સાધતાં કહ્યું કે જ્યારે તે બનારસમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા તો કહ્યું હતું કે મને વડાપ્રધાન બનાવશો નહી, હું તમારો ચોકીદાર છું. પરંતુ આજે તેમના નાક નીચેથી દાળની ચોરી થઇ રહી છે. ભાવ આકાશે આંબી રહ્યાં છે. તેમણે કહ્યું કે તમે વડાપ્રધાન બની ગયા છો, હવે તમે શું કરશો, ચોકીદારનું કામ કોંગ્રેસ પાર્ટી કરી લેશે.

You might also like