RSS માનહાનિ કેસ, રાહુલને મળ્યા જામીન, કહ્યું ગાંધીજીની વિચારધારા માટે લડુ છું

નવી દિલ્હીઃ RSS માનહાનિ કેસમાં બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઇની ભિવંડી કોર્ટમાં હાજર રહ્યા હતા. અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે. રાહુલના જામીન માટે કોંગ્રેસ નેતા શિવરાજ પાટિલે ગેરેન્ટી પત્ર ભર્યું હતું. આ મામલે આગામી સુનાવણી 28 જાન્યુઆરીએ થવાની છે. જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ભિવંડીમાં લોકોને સંબોધિત કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે આઝાદીની વિચારધારા અમને ગાંધીજીએ આપી હતી. હું ગાંધીજીની આ જ વિચારધારા માટે લડી રહ્યો છું.

રાહુલે પોતાના સંબંધોનમાં જણાવ્યું છે કે નોટબંદીના કારણે સામાન્ય લોકો હેરાન છે. લોકોની રોજીરોટી છીનવાઇ રહી છે. સામાન્ય લોકોના ખીસ્સામાંથી પૈસા નિકાળવામાં આવી રહ્યાં છે અને કોર્પોરેટ લોકોને લોન આપવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીજી 10-15 ઉદ્યોગપતિઓને સામાન્ય લોકોના પૈસા આપી દેશે. ખેડૂતો ત્રસ્ત છે, મજૂરો ત્રસ્ત છે. દુકાનદારો પણ ત્રસ્ત છે. મોદીજી ક્યારેક હશે છે અને ક્યારેક રડે છે. પરંતુ તેનાથી દેશનું ભલુ નથી થવાનું

રાહુલ ગાંધી વર્ષ 2014માં એક રેલી દરમ્યાન રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યારા અને નાથૂ રામ ગોડસે પર નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે કે તે RSSની માંફી માંગે અથવા તો કોર્ટમાં ટ્રાયલ માટે તૈયાર રહે તેમ જણાવ્યું હતું. જેની પર કોંગ્રેસે કહ્યું હતું કે રાહુલ માંફી નહીં માંગે. ત્યાર બાદ RSSએ રાહુલ ગાંધી પર કેસ દાખલ કર્યો હતો. રાહુલે 6 માર્ચ 2014ના રોજ ભિવંડીમાં એક રેલી દરમ્યાન એવું નિવેદન આપ્યું હતું કે RSSના લોકોએ મહાત્મા ગાંધીને મારી નાખ્યા હતા. આ બાબત પર RSSની શાખાએ કેસ દાખલ કર્યો હતો.

You might also like