મોદીના ગઢમાં અખિલેશ-રાહુલને ના મળી રોડ શો ની મંજૂરી

નવી દિલ્હી: પીએમ મોદીના ગઢ બનારપસમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનો રોડ શો રદ થઇ ગયો છે. વ્યવસ્થાપકોએ આ રોડ માટે પરમિશન આપી નથી. રાહુલ અને અખિલેશનો આ રોડ શો 11 ફેબ્રુઆરીએ થવાનો હતો. નોંધનીય છે કે બીજી વખત પ્રયત્ન કરવા છતાં પણ વ્યવસ્થાપક પાસેથી પરમિશન મળી નહીં.

રોડ શો 11 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી થવાનો હતો. એ દરમિયાન યૂપીમાં પહેલા તબક્કાનું વોટિંગ પણ થશે. જાણવા મળી રહ્યું છે કે રવિદાસ જયંતિના કારણે રોડ શો રદ કરી દેવામાં આવ્યો છે. વ્યવસ્થાપકના જણાવ્યા અનુસાર આ દિવસે અને આગળના દિવસે બનારસમાં મોટા કાર્યક્રમ થાય છે જેના કારણે ખૂબ જ ભીડ થાય છે. આ પહેલા ભીડના કારણે ઘટના પણ બની ચૂકી છે. એટલા માટે પ્રશાસને રોડ શો ટાળવા માટે કહ્યું. આ રોડ શો હવે 17 અથવા 18 ફેબ્રુઆરીએ થઇ શકે છે.

નોંધનીય છે કે લઆ પહેલા રાહુલ અને અખિલેશ લખનઉ અને આગ્રામાં રેલી અને રોડ શો કરી ચૂક્યા છે. યૂપી ચૂંટણી માટે આ વખતે સપા અને કોંગ્રેસે ગંઠબંધન કર્યું છે. કોંગ્રેસને 403માંથી 105 સીટો મળી છે.

પ્રધાનમંત્રીનું સંસદીય વિસ્તાર હોવાને કારણે ચૂંટણી પીડિચોની નજર ખાસ કરીને વારાણસી પર છે. અહીંની કુલ 8 વિધાનસભા સીટોમાંથી 3 પર હાલમાં ભાજપનો કબ્જો છે. 2-2 સીટો બીએસપી અને સમાજવાદી પાર્ટી પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે 1 સીટ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વારાણસીમાં રવિદાસ જયંતિ પર એક લાખથી વધારે શ્રદ્ધાળુ સીર ગોવર્ધનપુરમાં જોડાયેલા છે. શુક્રવારે મુખ્ય કાર્યક્રમ છે. 11 ફેબ્રુઆરીએ શ્રદ્ધાળુ પરત ફરશે. એવામાં રસ્તા પર ભારે ભીડ રહેશે. આ કારણથી વ્યલસ્થાપક એ રાહુલ અને અખિલેશના રોડ શો ની પરવાનગી આપી નહીં.

VISIT: http://sambhaavnews.com/

You might also like