રાહુલ ગાંધી યુવરાજ અને અખિલેશ યાદવ શાહજાદાઃ યોગી આદિત્યનાથ

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગોરખપુર પહોંચી રહ્યા છે. યોગી આદિત્યનાથે ગોરખપુર આવી રહેલા રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે દિલ્હીમાં બેઠેલ કોઈ યુવરાજ સ્વચ્છતા અભિયાનને સમજી શકે નહીં. ગોરખપુર તેમના માટે પિકનિક સ્પોટ બનાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે શાહજાદા અને યુવરાજનું યુપી પર ધ્યાન જતું નથી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અમે પૂર્વીય યુપીને એન્સેફેલાઈ‌િટસથી મુક્ત કરીશું.

રાહુલ ગાંધીના ગોરખપુર પ્રવાસ પર મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ગોરખપુરને પિકનિક સ્પોટ બનવા ન દે. દિલ્હીમાં બેઠેલ કોઈ યુવરાજ અથવા લખનૌમાં બેઠક કોઈ શાહજાદા આ દર્દને સમજી શકશે નહીં. અમે યુપીને સુંદર અને સ્વચ્છ બનાવવા માગીએ છીએ.

પૂર્વીય ઉત્તર પ્રદેશને પિકનિક સ્પોટ બનાવવાની મંજૂરી અમે આપી શકીએ નહીં. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે રાજકારણમાંથી પણ ગંદકી દૂર થવી જોઈએ અને આ ઘટના માટે જૂની સરકાર જવાબદાર છે, કારણ કે તેમણે સ્વચ્છતા અભિયાન તરફ કોઈ અપેક્ષિત ધ્યાન આપ્યું નથી.

You might also like