આજે આગ્રામાં અખિલેશ-રાહુલની પત્રકાર પરિષદ અને રોડ શો

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઠબંધનને મજબૂત કરવા માટે આજે આગ્રામાં સંયુકત પત્રકાર પરિષદ સંબોધીને રોડ શો યોજશે. આ અગાઉ અખિલેશ અને રાહુલ ગાંધી લખનૌમાં પણ સંયુકત શો કરી ચૂકયા છે.

અખિલેશ-રાહુલના સંયુકત રોડ શો આગ્રા નોર્થથી નીકળીને આગ્રા સાઉથ થશે. દયાળબાગ એન્જિનિયરિંગ કોલેજ, ભગવાન ટોકિઝ, દીવાની ચૌરાહા, સૂરસદન, સેન્ટ પીટર કોલેજ, હરિપર્વત ચૌરાહા, આગ્રા કોલેજ થઇને સીપી ટૌલા પહોંચશે. મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અનેે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના લખનૌમાં આયોજિત સંયુકત રોડ શોમાં અવરોધરૂપ બનેલા વીજળીના લટકતા તાર પરથી મોટો પાઠ ભણ્યો છે.
http://sambhaavnews.com/

You might also like