એક તરફ હું, બીજી તરફ મોદી, જે સાચુ બોલે તેના પર કરો ભરોસોઃ રાહુલ ગાંધી

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બેલ્લારી પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ ‘જન આશીર્વાદ યાત્રા’નો પ્રારંભ કર્યો. તેમની સાથે લોકસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને મુખ્યમંત્રી કે. સિદ્ધારમૈયા પણ ઉપસ્થિત રહ્યાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અહીં ચાર દિવસના કર્ણાટક પ્રવાસે બેલ્લારી પહોંચ્યા હતા.

આ દરમિયાન રાહુલ ગાંધીએ અહી પક્ષના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષે અહી પાર્ટીના કાર્યકરો વચ્ચે દીપ પ્રગટાવી ચૂંટણી પ્રચાર યાત્રાનો પ્રારંભ કર્યો.

આ દરમિયાન રાહુલ ગાંધીએ અહીં એખ જનસભાને સંબોધન કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘એક તરફ કોંગ્રેસ, સિદ્ધારમૈયાજી અને હું, જ્યારે બીજી તરફ ભાજપ અને નરેન્દ્ર મોદી છે. રાહુલ ગાંધીએ જનતાને જણાવ્યું કે જે સાચુ બોલે છે તેના પર વિશ્વાસ કરજો.

કારણે ખોટુ બોલનાર પર કર્ણાટકની જનતા કોઇ ફાયદો આપતું નથી. રાહુલે જણાવ્યું કે પીએમ મોદી જે વચન આપે છે તે ક્યારે પુરુ કરતા નથી. રાહુલે કહ્યું કે મોદીજીને 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવાનું વચન આપ્યું હતું પરંતુ હજી સુધી ખાતામાં એક રૂપિયો પણ જમા થયો નથી.

વડાપ્રધાન મોદીએ દર વર્ષે 2 કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. જ્યારે અમારા તરફથી સંસદમાં કેન્દ્ર સરકારને રોજગારને લઇને સવાલ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો કે 24 કલાકમાં 450નો આંકડો આપવામાં આવશે. સંસદમાં મોદીજીએ ભવિષ્યની વાત ન કરી પરંતુ કોંગ્રેસ અને ઇતિહાસની વાત કરે છે.

કર્ણાટકમાં બેલ્લારીથી શરૂ કરવામાં આવેલી જન આશીર્વાદ યાત્રા કર્ણાટક તેમજ 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે. આમ રાહુલ ગાંધીએ કર્ણાટકની મુલાકાતમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. જે તમને ખોટા વચન આપે છે, ખોટા સપના દેખાડે છે તેના પર ભરોસો કરવાથી તમને કોઇ ફાયદો થશે નહીં. કોંગ્રેસ પાર્ટી જે કહે છે તે કર છે.

You might also like