નીરવથી લઇ ડોકલામ સુધીના તમામ મુદ્દાઓને લઇ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

દિલ્હીના રામલીલા મેદાનથી કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણી માટેનું બ્યૂગલ ફૂંકી દીધું છે. દેશભરથી આવેલા નેતાઓની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાનો સાધ્યો હતો. ડોકલામ, ખેડૂતો પરનું દેવું, ભ્રષ્ટ્રાચાર, ન્યાયપાલિકાના સાથે ટકરાવ જેવા તમામ મુદ્દાઓ પર રાહુલ ગાંધીએ સીધા પ્રહારો કરી મોદી સરકારને ઘેરી. રાહુલે કહ્યુ કે, ”સુપ્રીમ કોર્ટના 4 જજ જનતાની સામે આવીને ન્યાય માંગ છે, પરંતુ મોદીજી ચૂપ રહે છે.”

રાહુલે કહ્યું કે કોર્ટ, ”ચૂંટણી પંચથી લઇ IIT અને IIM જેવી તમામ સંસ્થાઓમાં RSSના લોકોને મૂકવામાં આવી રહ્યા છે. દરેક મંત્રી પાસે RSSનો SOD છે. પરંતુ મોદી જી ચુપ છે. PM મોદીએ દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કહી હતી, પરંતુ ચાર વર્ષમાં રોજગાર તો છોડો છેલ્લાં 8 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે. GSTને લઇ એક પછી એક ગબ્બર સિંહ ટેક્સ ગણાવતા રાહુલે કહ્યું કે તેણે અસંગઠિત ક્ષેત્રને બર્બાદ કરી દીધું છે. રાહુલે કહ્યું કે ચીન 24 કલાકમાં 50,000 રોજગાર આપે છે, જ્યારે ભારતમાં માત્ર 450 રોજગાર જ ઉભી થઇ રહી છે.”

કોંગ્રેસના અધ્યક્ષે કહ્યુ કે, ”દેશના 15 સૌથી મોટા ઉદ્યોગપતિનું 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દેવામાં આવે છે, પરંતુ દેશના ખેડૂતોનું દેવું માફ નથી કરવામાં આવતુ. રાહુલ કહ્યુ કે, હું તેમની ઑફિસ ગયો અને કહ્યુ તમે 15 લોકોનું દેવું માફ કર્યુ છે, તમે દેશના ખેડૂતોનું દેવું માફ કરો, પરંતુ મોદીજીએ મારા સવાલનો જવાબ ના આપ્યો.”

રાહુલ ગાંધીએ કહ્યું કે, ”કોંગ્રેસ પાર્ટી વગર આ દેશના ખેડૂતો જીવી શકે તેમ નથી. જો કૉંગ્રેસ ઉભી ના થઇ હોત તો હિન્દુસ્તાનના ખેડૂતોની બધી જમીન નરેન્દ્ર મોદી છીનવીને લઇ જાત. દેશભરમાં દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યાં છે. દરેક પ્રદેશમાં દલિતો અને અલ્પસંખ્યકોની હત્યા થાય છે, પરંતુ પ્રધાનમંત્રીના મોં માંથી એક શબ્દ નીકળતો નથી.”

રાહુલે કહ્યું કે ”PM મોદી કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાઓ. પરંતુ છેલ્લાં 70 વર્ષમાં પહેલી વખત મુખ્યમંત્રી વિદેશમાં કહેવામાં આવ્યું કે તમે મહિલાઓની સાથે ઠીક કરી રહ્યા નથી. ડોકલામમાં ચીન ઘૂસી રહ્યું છે પરંતુ PM મોદી ત્યાં કોઇપણ પ્રકારના એજન્ડા વગર ગયા, પરંતુ કંઇ બોલ્યા નહીં. 60 મહિનામાં ભાજપના ધારાસભ્યોએ મહિલાઓ પર હુમલા કર્યા. કોઇપણ બિલ્ડિંગ પાણી વગર બની શકે નહીં એટલે પાણી કૉંગ્રેસ છે. આરએસએસ અને ભાજપના લોકો નફરત ફેલાવે છે, ક્રોધ ફેલાવે છે.”

કૉંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કરું છું કે, રાહુલે કહ્યું કે તમે ગુજરાતમાં ઉભા થયા તો પરિણામ જોયું. ગુજરાત અને કેન્દ્રની સરકારનું દમ, CBI, CIDનું દમ લાગ્યું, પરંતુ અમે તેમને સી પ્લેનમાં બેસાડી દીધા. કૉંગ્રેસના કાર્યકર્તાઓ શેરના બચ્ચા છે. દેશના દરેક રાજ્યમાં અમારા કાર્યકર્તાઓએ જીવ આપી દીધો છે. આ સત્તા માટે નહીં પરંતુ સત્ય માટે આપવામાં આવ્યો છે. અમે સત્યની સાથે ઉભા થયા છીએ, જ્યારે નરેન્દ્ર મોદી સત્તાની પાછળ છુપાયેલા છે.”

You might also like