દ્રવિડે માનદ ડોક્ટરેટની ઉપાધિ લેવાથી કર્યો ઇન્કાર, કહ્યું મહેનત કરીને હાંસલ કરશે

પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રાહુલ દ્રવિડે બેંગ્લોર વિશ્વવિદ્યાલયની માનદ ડોક્ટરેટની ઉપાધિ લેવાથી ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે તે રમતના ક્ષેત્રમાં મહેનત કરીને આ ડિગ્રી હાંસલ કરશે.

વિશ્વવિદ્યાલયના કુલપતિ બી થિમે ગૌડાએ અહીં એક નિવેદનમાં કહ્યું કે, શ્રી રાહુલ દ્રવિડે માનદ ઉપાધિ માટે તેમને પસંદ કરાયા જવાને કારણે બેંગ્લોર વિશ્વવિદ્યાલયનો આભાર વ્યક્ત કરતા આ સંદેશો પાઠવ્યો છે કે તે માનદ ઉપાધિ લેવાને બદલે રમતના ક્ષેત્રે સંશોધન કરીને માનદ ઉપાધી મેળવશે.

ઉલ્લેખનીય છે કે દ્વવિડે 2014માં ગુલબર્ગ વિશ્વવિદ્યાલયના 32માં કોન્વોકેશન કાર્યક્રમમાં ભાગ નહોતો લીધો. તેમને ત્યારે માનદ ડોક્ટરેટ ઉપાધિ માટે પસંદ કરવામાં આવ્યા જ્યારે તેમની પસંદગી 12 લોકમાં થઈ હતી.

You might also like