અમે BJP-RSSની નફરત ફેલાવનારી વિચારધારાને જીતવે દઇશું નહીં: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ભાજપ અને RSS પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ એમની આવી વિચારધારાને જીતવા દેશે નહીં. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પ્રેમ અને સૌમ્યતાનો પોતાના સંદેશ આપ્યો અને યશપાલ સક્સેના અને ઇમામ રશીદીના નિવેદનોનો ઉલ્લેખ કર્યો, જેમને હાલની હીંસામાં પોતાના પુત્રને ગુમાવી દીધો.

પશ્વિમ બંગાળના આસનસોલમાં રામનવમીના ઉત્સવો બાદ રવિવાર થયેલી સાંપ્રદાયિક હિંસામાં રશીદીના 16 વર્ષના પુત્રનું મોત થઇ ગયું. રશીદીએ કહ્યું છે કે 30 વર્ષથી ઇમામ રહ્યો છું અને હંમેશા દરેક લોકોને શાંતિ અને સૌમ્યતામો સંદેશો આપતો રહીશ. દિલ્હીમાં 1 ફેબ્રુઆરીએ યશપાલ સક્સેનાના પુત્ર અંકિત સક્સેનાની એટલા માટે હત્યા કરી દેવામાં આવી હતી કારણ કે કથિત રીતે એને એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્ય, ‘પોતાના પુત્રને નફરત અને સાંપ્રદાયિકતાના કારણે ગુમાવી દીધા બાદ યશપાલ સક્સેના અને ઇમામ રશીદીનો સંદેશ એ દેખાડે છે કે હિંદુસ્તાનમાં પ્રેમ હંમેશાથી નફરતને હરાવશે.’ કોંગ્રેસના પાયો પણ કરુણા અને આપસી ભાઇચારા પર ટેક્લી છે. અમે ભાજપ-RSSની નફરત ફેલાવનારી વિચારધારાને જીતવે દઇશું નહીં.

You might also like