નોટબંધી પર રાહુલે ઘેર્યા : PMના ગઢમાં જ મોદી મુર્દાબાદનાં નારા લાગ્યા

જૌનપુર : નોટબંધીથી ત્રસ્ત પુર્વી ઉત્તરપ્રદેશના જૌનપુરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં મોદી મુર્દાબાદનાં નારા લાગ્યા હતા. મોદીનાં સંસદીય ક્ષેત્ર વારાણસીથી માત્ર 55 કિલોમીટર દુર આયોજીત આ સભામાં સમર્થકોની ભીડમાં લોકોએ મોદી મુર્દાબાદનાં નારા લાગ્યા હતા. જો કે રાહુલે ભીડને શાંત કરતા કહ્યું કે તેઓ મુર્દાબાદનાં નારાની વિરુદ્ધ છે.

રાહુલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી તેમની સાથે રાજનૈતિક લડાઇ છે, કૃપા કરીને આવા નારાઓ ન લગાવો. યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા આયોજીત આ રેલીમાં રાહુલ ગાંધીની સભામાં નોટબંધી બાદ બદલી રહેલી ચૂંટણીના પરિપેક્ષ્ય તરીકે જોવાઇ રહી છે. કોંગ્રેસની ખાટ સભાઓથી વિપરિતઆ કાર્યક્રમમાં જ્યારે ભીડ પણ હતી તો બીજી તરફ જનતા પણ ઉત્સાહમાં જોવા મળી હતી.

પોતાની સભા દરમિયાન રાહુલે કહ્યું કે મોદીએ ગરીબ લોકો પર બોમ્બિંગ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર અઢી વર્ષથી ગરીબો પર પ્રહાર કરતી રહી છે. રાહુલ ગાંધીએ મનરેગાના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમનું કહેવું હતું કે ખેડૂતોને પેટીએમ અને મોબાઇલ દ્વારા પૈસા નથી નિકળતા.

રાહુલ ગાંધીએ કહ્યું કેમોદી રોજગાર આપવાનું તો ઠીક પણ જે રોજગાર હતો તે પણ નોટબંધી કરીને છીનવી લીધો છે. ખેડૂતો કાર્ડથી ખાદ્ય નથી ખરીદતા તે મોદી ભુલી ગયા. કાળાનાણા રિયલ એસ્ટેટમાં છે. પરંતુ મોદીએ બધાને ડામ આપ્યા. મોદી પોતાની મનમાની કરે છે. તેઓ કોઇનું સાંભળતા નથી. રાહુલે મોદીના ભાષણની કોપી કરતા લોકોને પ્રશ્નો પુછ્યા હતા. જેના જનતાએ જ જવાબ આપ્યા હતા .

You might also like