અફઘાની રહેમાનખાન કોલ સેન્ટર પણ ચલાવતો હતો!

અમદાવાદ: ભારતના નાગ‌િરક હોવાના બોગસ દસ્તાવેજો બનાવીને ગેરકાયદે શહેરમાં રહેતો અફઘાની રહેમાનખાન મંગલખાન પઠાણ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. દરિયાપુરમાં આવેલ સુલતાન મહોલ્લામાં શનિવારે પાડોશીની હત્યા કરીને પોલીસ સકંજામાં આવેલા રહેમાનખાન પઠાણે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતો હોવાની કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાંચ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના રેકેટમાં તેની ધરપકડ કરીને પૂછપરછ કરશે. હત્યા કેસમાં સંડોવાયેલા રહેમાનખાન ચાર વર્ષ પહેલાં અમદાવાદમાં ગેરકાયદે ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજો બનાવીને ગેરકાયદે રહેતો હોવાનું સામે આવ્યું છે.

રહેમાન પઠાણે મંગલખાન, વજીરખાન, નવાબખાન, બાજ મોહંમદ સાથે મળીને ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું રેકેટ ચલાવતો હોવાની કબૂલાત કરી હતી. વિદેશી નાગ‌િરકો સાથે ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસના અધિકારીઓ બનીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે. પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર કોલ સેન્ટર ચલાવવા માટે રહેમાનખાને દરિયાપુર વિસ્તારમાં 14 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. કોલ સેન્ટર ચલાવવા માટે રહેમાને ફ્લેટના ટેરેસ પર હાઇ સ્પીડમાં ઇન્ટરનેટ માટે વાઇફાઇ રાઉટર પણ લગાવ્યાં હતાં.

કરોડો રૂપિયાની ધીકતી કમાણી કરનાર રહેમાનખાનની ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરીને તપાસ શરૂ કરશે. ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ જે. કે. ભટ્ટે જણાવ્યું છે કે રહેમાન ખાન પઠાણ મૂળ અફઘા‌િનસ્તાનનો રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો કારાેબાર ચલાવે છે.

home

You might also like