રવીના ટંડનની ‘માતૃ’ ના વિડીયોમાં નહિ જોવા મળે રાહત ફતેહ અલી ખાન

મુંબઈ: અભિનેત્રી રવીના ટંડનની ફિલ્મ ‘માતૃ’માં પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન સંગીત વીડિયોમાં જોવા મળશે નહિ. ફિલ્મના નિર્માતાઓએ આ વાતને સમર્થન આપ્યું છે. આ બાબતે મળતી માહિતી અનુસાર ફિલ્મ પ્રચાર માટે નિર્માતાઓ ગાયકને લઈને એક વીડિયો બહાર પાડવાનું વિચારી રહ્યા છે.

આ બાબતે અંજુમ રિઝવીએ જણાવ્યુ કે ‘જો અમે લોકો આવું કરી શક્યા હોત તો સારુ હતું પરંતુ દુરભાગ્ય રીતે આ સમયે શક્ય નથી.’ હાલ નિર્માતા રાહતની જગ્યાએ ફિલ્મમાં રવીનાના થોડા દ્રશ્યો દેખાડશે. અભિનેત્રીના મતે જ્યારે સંસ્કૃતિ અને કલાની વાત આવે ત્યારે આ સીમાઓની પર હોય છે. રવીનાએ જણાવ્યુ કે ‘જ્યા સુધી મારો પ્રશ્ન છે મારું એવું માનવુ છે કે કલા, સંસ્કૃતી અને સંગીતની કોઈ સીમાઓ નથી હોતી.

ઉલ્લેખનીય છે કે રવીનાએ આ બધી વાતો માતૃના ટ્રેલર રીલીઝ સમયે  કરી હતી.

You might also like