રહાણે સાથે મુંબઈની ટીમમાં હતો, પરંતુ UAE તરફથી ભારત સામે રમ્યો સ્વપ્નિલ

મુંબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ન ટીમ જ્યારે ભારત સામે રમી રહી હતી ત્યારે એક ખેલાડી એવો હતો, જે ભારતીય હોવા છતાં ભારતને હરાવવા ઇચ્છતો હતો. એ ખેલાડી હતો યુએઈનો વિકેટકીપર- બેટ્સમેન સ્વપ્નિલ પાટીલ, જે બાળપણમાં મુંબઈની અંડર-૧૪ અને અંડર-૧૯ ટીમમાં અજિંક્ય રહાણે સાથે રમી ચૂક્યો છે. ત્રણ વર્ષ સુધી મુંબઈની રણજી ટીમના સંભવિતોમાં નામ હોવા છતાં તક ના મળી તો તેણે યુએઈની વાટ પકડી. જોકે ગઈ કાલે ભારત સામે રમાયેલી મેચમાં કોઈ કમાલ ના કરી શક્યો અને માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો.

મેચ દરમિયાન મુંબઈના વસઈના દરપાલે ગામના લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે મેચ ભલે ભારત જીતે, પરંતુ યુએઈની ટીમમાં સામેલ સ્વપ્નિલ પાટીલ જોરદાર પ્રદર્શન કરે. પિતા પ્રકાશ પાટીલે કહ્યું, ”હું ૫૦ વર્ષ સુધી ક્રિકેટ રમ્યો, પરંતુ ક્યારેય રણજી ટીમમાં પણ મને સ્થાન ના માળ્યું. મારા પુત્ર સાથે પણ આવું જ થયું તો મારે તેનાં સપનાં પૂરાં કરવા માટે બીજા દેશમાં મોકલવો પડ્યો. હું એ જ ટીમનું સમર્થન કરું છું, જેમાં મારો પુત્ર રમતો હોય.”

You might also like