આર્થિક મંદીના ‘વમળ’માં ફસાઇ રહી છે દુનિયા, જાણો ભારત પર શું થશે અસર

નવી દિલ્હી: 2008ની આર્થિક મંદીના ભળકારા વિશેષજ્ઞોએ ત્રણ વર્ષ પહેલાં અનુભવ્યા હતા. તેમાં પૂર્વ આરબીઆઇ ગર્વનર રધુરામ રાજન પણ સામેલ હતા. 2005માં આઇએમએફના તાત્કાલિક આર્થિક સલાહકાર રાજને જૈક્સન હોલમાં આર્થિક વિશેષજ્ઞો અને બેંકર્સને ચેતાવણી આપી દીધી છે કે દુનિયાની અર્થવ્યવસ્થાઓ ઝડપથી ડગમગશે અને આ હલચલની લાંબી અને દીર્ધકાલીન અસર રહેશે.

આ એવો સમય હતો જ્યારે બધી મોટી અર્થવ્યવસ્થા આશાઓની પાંખો પર સવાર હતી અને ઉપરછલ્લા મંદીના અણસાર દેખાઇ રહ્યાં છે. નતીજતન રાજની ચેતાવણીને નજરઅંદાજ કરવામાં આવી. ઓગસ્ટ 2014માં રાજને આગામી વૈશ્વિક મંદીના ભણકારા સાંભળ્યા અને ચિંતા જાહેર કરી. 5 સપ્ટેમ્બરના રોજ રાજને ફરી કહ્યું કે નીચા વ્યાજદરે દુનિયાને મંદી તરફ ધકેલવામાં આવી રહી છે. અન્ય સંકેત પણ આ તરફ ઇશારો કરી રહી છે.

બધી મોટી અર્થવ્યવસ્થાઓ સંકટમાં
રાજનના નિવેદનને તાજા વૈશ્વિક આર્થિક હાલતથી બળ મળે છે. ઇટલી ફાઇનેશિયલ સંકટથી પસાર થઇ રહ્યું છે. દુનિયાની દસ મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ ઇટલીની હાલત ખરાબ થતાં ઘણા દેશો પર અસર વર્તાશે. કેનેડાનો ગ્રોથ આ વર્ષે 1.6 ટકા રહ્યો, જે 2009 બાદ સૌથી ખરાબ હાલાત છે. ચીનનો ઉત્પાદન દર 1999 બાદ નીચલા સ્તર પર છે. આફ્રિકી દેશોમાં હાલત ખરાબ છે, તો કેરેબિયાઇ દેશો અત્યાર સુધી 2008ના સંકટમાંથી બહાર આવી શક્યા નથી. ગ્રીસમાં અસ્થિરતા છે. યૂરોપમાં શરણાર્થી સંકટની અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે, ત્યાં બ્રિટનના યૂનિયનમાંથી બહાર થયા બાદ મચેલી હલચલથી બજાર બેકાર છે. પૂર્વી એશિયાઇ બજાર, સાઉદી અરબ, જાપાન અને રૂસમાંથી બજાર ડગમગી રહ્યું છે.

– 10 વર્ષ સુધી રહી શકે છે સંભવિત મંદીની અસર
– 2008થી પણ મોટી મંદી હોવાની આશંકા
– 150થી વધુ દેશો પર અસર વર્તાશે
– 10 મોટી અર્થવ્યવસ્થાઓના વેપાર સહયોગી દેશો પર પડશે સૌથી વધુ અસર
– 124 દેશોની સૌથી મોટો વેપારીક સહયોગી છે ચીન
– દેશોની અર્થવ્યવસ્થાઓ અમેરિકા પર નિર્ભર છે
– 7 દેશોની અર્થવ્યવસ્થાઓ થઇ જશે બરબાદ જો ભારતમાં આવશે મંદી

ક્યાં શું અસર?

કેનેડા
2009 બાદ સૌથી ખરાબ હાલાત. બજારમાં પ્રવાહિતા નહી. ઉત્પાદનમાં ઘટાડો.

યૂરોપ
ઇટલીમાં નાણાકીય સંકટનો ઉકેલ મળી રહ્યો નથી. ગ્રીસ સંકટ યથાવત છે. અન્ય મોટા બજારોમાં પણ નરમાઇ.

રશિયા
ઉર્જાનું સૌથી મોટા નિર્યાતક બજાર સ્થિર છે. પશ્વિમ એશિયા અને આફ્રિકા પર પડવા લાગી અસર.

ચીન
રાજકીય મહત્વાકાંક્ષાએ વિકાસ દર ધીમો કરી દીધો છે. સંકટ આવ્યું તો આખી દુનિયા પર વર્તાશે અસર.

અમેરિકા
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઘણી ખામીઓ સામે આવવા લાગી છે. બજારમાં પ્રવાહિતામાં ઘટાડો છે અને વૈશ્વિક નિર્ભરતાએ સ્થિતિ બગાડી દિધી છે.

પશ્વિમ આફ્રિકા
સતત ગૃહ યુદ્ધનો સામનો કરી રહેલા દેશોમાં આર્થિક મંદી પોતાના પગ જમાવી રહી છે.

બ્રાજીલ
ગત એક વર્ષથી ગ્રોથ રેટ અટકી ગયો છે. સંકટ આવ્યું તો લાતિન અમેરિકામાં બ્રાજીલથી થશે શરૂઆત.

સૂદાન
બે ભાગમાં વહેંચાઇ ચૂકેલો દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે અને હાલત ખરાબ થતા જાય છે.

ભારત
રધુરામ રાજનના ઘુર વિરોધી ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે જો કાચા તેલના ભાવમાં 60 ડોલર પ્રતિ બેરલની ઉપર ગયા તો દેશ આર્થિક સંકટમાં ફસાઇ જશે. અર્થશાસ્ત્રના જાણકાર સ્વામીની વાતને નજર અંદાજ કરી ન શકાય.

હકિકતમાં ભારતીય અર્થવ્યવસ્થા ઉપરથી ભલે મજબૂત દેખાતી હોય, પરંતુ ગત એક દાયકામાં તેની નિર્ભરતા બહારી દેશો પર વધી છે. અમેરિકા, ચીન અને યૂરોપીય દેશોના સંકટની સીધી અસર ભારત પર પડશે.

કોઇ સકંટ બચશે નહી
ગત આર્થિક સંકટથી દુનિયાની તે અર્થવ્યવસ્થાઓ વધુ પ્રભાવિત થઇ નથી, જ્યાં પરંપરાગત પૂંજી પ્રવાહ છે. આ વખતે એવી આશા નથી. શેરબજાર પર સંકટ આવતાં પરંપરાગત બજાર પર અસર પડશે નહી, પરંતુ આ વખતે ઉત્પાદન સંકટનો પણ સામનો કરવો પડશે. એટલા માટે અસર વર્તાશે.

રાહ
1 મહિનાથી 11 મહિના સુધીનો સમય
કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે 9 સપ્ટેમ્બરની વરસી બાદ જ અમેરિકામાં સંકટની શરૂઆત થઇ જશે. જો કે યૂરોપીય વિશેષજ્ઞોનું કહેવું છે કે હાલ મંદી આવવાને 6 મહિના જેટલો સમય છે. જો કે આ વાત પર બધા એકમત છે કે બધા બજારોમાં મંદીની અસર 11 મહિના સુધી જોવા મળશે.

સારવાર સાથે લાવશે સંકટ
દુનિયાભરના અર્થશાસ્ત્રી માને છે કે દર બે-ત્રણ વર્ષ બાદ વૈશ્વિક બજારોમાં મંદી આવવી વ્યાજબી છે. સાથે જ એ પણ માને છે કે જે સંકટ આવશે, તે પોતાની સાથે સમાધાન પણ લઇને આવશે. સંકટની તસવીર સંપૂર્ણપણે સ્પષ્ટ થતાં અર્થવ્યવસ્થાઓ પોત-પોતાની રીતે ઉપાય કરશે અને બજાર ફરીથી પોતાના માર્ગ પર ચાલશે.

તાત્કાલિક પગલાંની મજબૂરી
હાલમાં દુનિયામાં બજાર અને મંદી એક જ સિક્કાની બે બાજુ છે. સમસ્યા એ છે કે સંકટનો સટીક પૂર્વાનુમાન શક્ય નથી. માટે સમાધાન તરીકે તાત્કાલિક પગલાં ભરી શકાશે. બજારમાં પૂંજી પ્રવાહ વધારવા માટે કરવામાં આવતાં ઉપાયો પર વિશેષજ્ઞ એકમત નથી. પ્રયત્નો ચાલુ છે, પરંતુ પરિણામો સુનિશ્વિત નથી.

You might also like