રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે. વીતેલા સમયથી આ મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરવાની કોશિશમાં લાગ્યાં હતાં. ઓલાંદના આ નિવેદન બાદ વિપક્ષ હજી વધારે આક્રમક થઇ ગયું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઇ કાલનાં ટ્વિટને આધારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ બંધ દરવાજાની પાછળ ડીલ કરીને દેશની સાથે ધોકેબાજી કરેલી છે.

ત્યાં બીજી બાજુ આજે રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રધાનમંત્રીને ફ્રાંસીસી રાષ્ટ્રપતિનાં નિવેદન પર સફાઇ દેવી જોઇએ. તેઓએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવું નહીં કરે કેમ કે તેઓએ આવું જ કર્યું છે. તેઓએ જણાવ્યું કે, વ્યક્તિગત હિતોને લઇ રિલાયન્સને આમાં શામેલ કરવામાં આવ્યું હતું.

એક કાર્યક્રમમાં મીડિયાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશનાં ઇતિહાસમાં પ્રથમ વાર આવું થઇ રહેલ છે કે જ્યારે કોઇ દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ આપણાં પ્રધાનમંત્રીને ચોર કહી રહ્યાં છે. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ બતાવવું જોઇએ કે ફ્રાંસીસી રાષ્ટ્રપતિ સત્ય કહી રહ્યાં છે કે અસત્ય. રાફેલ કરારને લઇને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. દેશનાં નાગરિકોને પણ એવો વિશ્વાસ આવી ગયો છે કે “દેશનો ચોકીદાર” ચોર છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાફેલ કરારમાં ખૂબ ઘાલમેલ છે. તેઓએ કહ્યું કે, પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે કહ્યું હતું કે જ્યારે આ કરારમાં ફેરફાર થયો હતો ત્યારે તેઓને આનાં વિશે કોઇ જ જાણકારી ન હોતી. તે સમયે તે ગોવાનાં બજારમાં માછલી ખરીદી રહ્યાં હતાં.

You might also like