રઇસમાં મહિરાનો રોલ વધ્યો, જોડાયુ વધુ એક ગીત

મુંબઇઃ છેલ્લાં કેટલાય દિવસથી ચારે બાજુથી એક જ સમાચાર આવી રહ્યાં છે, કે સોનુ નિગમ અને શ્રૈયાએ  ગાયેલા ગીતને રઇસ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યું છે. પરંતુ તમને અમે જણાવી દઇએ કે હવે આ ગીત જલ્દી ફિલ્મમાં સાંભળવા મળશે. આ દરમ્યાન શાહરૂખ અને માહિરા ડાન્સ કરતા જોવા મળશે.

મુંબઇમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખે કહ્યું છે કે, ‘અમારું વધુ એક ગીત હલ્કા હલ્કા આ ફિલ્મમાં જોડાવામાં આવ્યું છે. અમારી ફિલ્મ લવ સ્ટોરી નથી. તેથી સેકન્ડ હાફમાં બે ગીતો છે. એક જાલિમા અને બીજુ હલકા હલકા’ પરંતુ લંબાઇને કારણે અમે હલકા હલકા ગીત હટાવી દીધું હતું. હવે અમે આ ગીતને ફિલ્મમાં એડ કરી રહ્યાં છીએ. જો બધુ જ બરોબર રહ્યું તો અમે બે દિવસમાં જ ગીત ફિલ્મમાં એડ કરી દઇશું. નવાઝુદ્દિનની એન્ટ્રી પર શાહરૂખે કહ્યું છે કે મેં નવાઝુદ્દીને પણ આ ફિલ્મમાં ડાન્સ કરાવી દીધો. શાહરૂખ રઇસ બાદ આનંદ એલ રાયની ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like