હાર્ટએટેકથી અભિનેતા નરેન્દ્ર ઝાનું નિધન, ‘હૈદર’-‘રઈસ’ જેવી ફિલ્મોમાં કર્યો છે અભિનય

શ્રીદેવી બાદ વધુ એક બોલિવૂડ હસ્તિનું નિધન થયું છે. ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલ કલાકાર નરેન્દ્ર ઝાનું નિધન થયું છે. આજે સવારે 5 વાગ્યે પોતાના ફાર્મ હાઉસ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

હાર્ટએટેકના કારણે તેમનું નિધન થયું છે. 55 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા નરેન્દ્ર ઝાને ત્રણ વખત હાર્ટ એટેક આવી ચૂક્યા છે. જાહેરાતોથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર નરેન્દ્ર ઝાએ ઘણી સિરીયલોમાં અને ફિલ્મોમાં કામ કર્યું છે.

નરેન્દ્ર ઝાએ હૈદર, રઈસ, ઘાયલ વન્સ અગેઈન, હમારી અધૂરી કહાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નરેન્દ્ર ઝાએ રિતીકની ફિલ્મ ‘કાબિલ’માં પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો અને શાહરૂખની ‘રઈસ’ માં વિલનનો રોલ કર્યો હતો. તેમણે 11 મે, 2015ના રોજ પૂર્વ સેન્સર બોર્ડની પ્રમુખ પંકજા ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. જો કે પંકજાના આ બીજા લગ્ન હતા.

You might also like