સાંધાના દુખાવાથી પરેશાન છો તો મૂળાની ભાજીનું કરો સેવન

ઠંડીની સિઝનમાં વધારે મૂળાનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે મૂળા તો ખાઇ લઇ એ છીએ પરંતુ એના પાનને ફેંકી દઇએ છીએ. તમને જણાવી દઇએ કે મૂલાથી વધારે ફાયદાકારક એના પાંદડા છે. એમાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા છે જે આપણને ઘણી પરેશાનીઓથી દૂર રાખે છે.

મૂળાના પાંદડા જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

1. મૂળાના પાંદડામાં એન્થોસાઇનિન હોય છે જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

2. મૂળાની ભાજીને ખાવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો દૂર રહે છે અને સ્કીનમાં ગ્લો આવે છે.

3. મૂળાની ભાજીમાં ફાયબર ખૂબ જ પ્રમાણમાં હોય છે જે કબજિયાતને દૂર કરીને પાચન ક્રિયાને સારી બનાવે છે.

4. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળાના પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે મૂળાના પાન ખાવાથી શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

5. મૂળાના પાનમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો ઘણા પ્રમાણમાં રહેલા છે. જેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને કમજોરી દૂર થાય છે.

6. મૂળાના પાનમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ હોય છે જે સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

7. મૂળાના પાનમાં એન્ટી કન્જેટિવ ગુણ હોય છે, જેનાથી કફની સમસ્યામાં ફાયદો થાય છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like