મોબાઇલને બેગમાં રાખવાથી રેડિયેશનની થાય છે ઓછી અસર

મોબાઇલ ફોન સૌની એવી અનિવાર્ય આવશ્યકતા બન્યો છે કે કેટલાક લોકો એને ટોઇલેટમાં પણ સાથે લઇ જાય છે. મોબાઇલનો શરીર સાથે સંપર્ક જોખમી હોવાનાં નિષ્ણાતોનાં વક્તવ્યો ચર્ચાનો વિષય છે એ સ્થિતિમાં શરીરના કયા ભાગની પાસે ફોનને રાખતાં આરોગ્યનું જોખમ હોતું નથી એવો પ્રશ્ન ઊભો થાય છે.

જો તમે પેન્ટનું પાછળનું ખિસ્સું સુરક્ષિત હોવાનું વિચારતા હો તો એ પણ ગેરસમજ છે, કારણ કે મોબાઇલ ફોન પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યો હોય તો બેસતી વખતે એના પર દબાણ ન આવે એ માટે એક તરફ ઓછું દબાણ આવે એ રીતે બેસવામાં શરીરના પાછળના ભાગ પર ઘણી અસર થાય છે.

મોબાઇલ ફોન બહાર પડી ન જાય અને ચોરાય નહીં એ માટે પેન્ટના આગળના ખિસ્સામાં રાખવાથી પણ રેડિયેશનને કારણે આરોગ્યને નુકસાન થવાની શકયતા રહે છે.

મોબાઇલ ફોન બેગમાં રાખવાથી આરોગ્યને નુકસાનથી બચાવી શકાય છે. શર્ટ કે પેન્ટના કોઇ પણ ખિસ્સામાં રાખવાથી બે ગણાથી સાત ગણા સુધી નુકસાન થઇ શકે છે. રાતે સૂતી વખતે મોબાઇલ ફોનને શરીરથી દૂર રાખવો જોઇએ.

You might also like