ટોરેન્ટ પર રાધિકા આપ્ટેની ફિલ્મ Parched લીક

નવી દિલ્હી: રાધિકા આપ્ટેની જ્યારે પણ કોઈ ફિલ્મ આવવાની હોય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે, ફિલ્મ સાથે જોડાયેલ કોઈ ફોટો અથવા વિડીયો લીક ના થઈ જાય કારણકે જ્યારે પણ તેમની કોઈ ફિલ્મ આવે છે તો તેના ફોટા લીક થઈ જાય છે.

ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ ‘પાર્ચડ’ સાથે જોડાયેલ કેટલાક ફોટા થોડા દિવસ પહેલા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા હતા. હવે આખી ફિલ્મ ટોરેન્ટ પર લીક થઈ ગઈ છે અને આ અનસેન્સર્ડ કોપી છે જેના કારણથી રાધિકા આપ્ટેના હોટ સીન્સ પણ તેમાં હોવાની વાત કહેવામાં આવી રહી છે કારણકે ટોરેન્ટની સાથે જે ફોટા આપવામાં આવ્યા છે, તેમાં રાધિકા આપ્ટે ટોપલેસ છે.

જો કે, ફિલ્મનું ભારતમાં રિલીઝ થવાની તારીખ હજુ પણ નક્કી થઈ નથી અને સૂત્રો મુજબ, ફિલ્મને પણ સેન્સર પાસે પણ જવાનું બાકી છે. આ ફિલ્મને લીના યાદવે ડીરેકટ કરી છે અને અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. તેની પહેલા ટોરેન્ટ પર ‘ગ્રેટ ગ્રાંડ મસ્તી’, ‘દશરથ માંઝી’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મો પણ રિલીઝ થઈ ચૂકી છે. જો કે, ફિલ્મ ‘પાર્ચડ’ નેટફ્લીકસ પર રિલીઝ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં આજકાલ ન્યુડ સીનના કારણે ચર્ચાઓ થઈ રહી છે. લીના યાદવ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ‘પાર્ચડ’ આજકલ ચારેતરફ ચર્ચામાં છે, જે ગુજરાતના દુર દરાજના ગામમાં રહેનારી ત્રણ એવી મહિલાઓ પર આધારિત છે. તે સદીઓ જૂની પરંપરા તોડીને પોતાને આઝાદ કરે છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલ સર્કિટમાં એવોર્ડ્સ પણ જીતી છે.

You might also like