પરિવર્તન હોવું જ જોઈએઃ રાધિકા આપ્ટે

અત્યાર સુધી હિન્દી, બંગાળી, મરાઠી, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની 35થી વધુ ફિલ્મમાં નાનાં નાનાં પાત્ર ભજવીને અભિનયના મુકામ સુધી પહોંચેલી રાધિકા આપ્ટે માટે આ વર્ષ ખૂબ સારું સાબિત થયું છે. બોલિવૂડમાં આ વર્ષે તેને સારી સારી ફિલ્મો મળી છે. તેણે બેસ્ટ અભિનય કરીને તેનો પોતાનો એક ચાહકવર્ગ ઊભો કર્યો છે. તે કહે છે, ઇન્ડસ્ટ્રીમાં હવે હીરોઇન પ્રધાન ફિલ્મો બનવા લાગી છે. તેમ છતાં પણ આજે હીરોઇનોને ઓછું વળતર મળે છે તે વાત પણ એટલી જ સાચી છે. તે કહે છે, જોકે માત્ર ફિલ્મ ઉદ્યોગમાં નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં આવું છે જ અને તે દુઃખદ બાબત પણ છે.

આ ભેદભાવનું કારણ શું છે એવા સવાલના જવાબમાં રાધિકા કહે છે કે આવો ભેદભાવ કરવાનું આમ તો કોઇ દેખીતું કારણ નથી, પરંતુ ભારત આજે પણ પુરુષ પ્રધાન દેશ છે તો પછી બોલિવૂડ તેમાં અપવાદ કેમ હોઇ શકે. બોલિવૂડમાં અત્યાર સુધી મોટા ભાગની ફિલ્મો પુરુષોના કારણે જ ચાલી છે અને એવી અભિનેત્રીઓ પણ ઓછી હતી, જેમના નામ પર ફિલ્મો ચાલી શકે. હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. તમારી પાસે મહિલા કે‌ન્દ્રિત ફિલ્મો છે, જે સો-સો કરોડની કમાણી કરી રહી છે. મારું માનવું છે કે હવે વાત બદલાવાની શરૂઆત થઇ ચૂકી છે અને પરિવર્તન તો થવું જ જોઇએ તે એક સારી બાબત પણ છે.

You might also like