રાધિકા આપ્ટે પહેલા દિવસે નર્વસ થાય છે

રાધિકા આપ્ટેનું કહેવું છે કે લાંબા સમયથી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તે ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે નર્વસ થઇ જાય છે. તેના જણાવ્યા અનુસાર તેને ખૂબ જ ગભરામણ મહેસૂસ થાય છે. તે કહે છે કે હું ૬૦ વર્ષની થઇશ ત્યારે પણ મને આમ થશે. કોઇ પણ નવા પાત્રને યોગ્ય રીતે ભજવવું એ એક નવો પડકાર છે. આ માટે ખુદને ઘણા સવાલ કરવા પડે છે અને સારું પર્ફોર્મન્સ કરવાનું દબાણ પણ હોય છે. બોલિવૂડ અને દેશની અનેક રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ખ્યાતિ મેળવ્યા બાદ હવે રાધિકા હોલિવૂડમાં પણ કામ કરવા ઇચ્છે છે. તેનું કહેવું છે કે તે માત્ર હોલિવૂડ કે બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગ નહીં, પરંતુ વૈશ્વિક સિનેમાનો પણ ભાગ બનવા ઇચ્છે છે.

રાધિકા કહે છે કે હું હોલિવૂડમાં કામ કરવાનું પસંદ કરીશ. મારું સપનું વિશ્વ સિનેમાનો ભાગ બનવાનું છે. મને આશા છે કે આવું સો ટકા થશે. હું આશા રાખું છું કે મને એવું કામ સો ટકા મળશે, જે પડકારવાળું હોય. મેં ‘બદલાપુર’, ‘હંટર’, ‘માંઝીઃ ધ માઉન્ટેનમેન’ અને હવે ‘પેડમેન’ જેવી કોમર્શિયલ ફિલ્મોમાં કામ કર્યું છે. કોમર્શિયલ અને નોન કોમર્શિયલ ફિલ્મોની વચ્ચે એક નાનકડી રેખા છે. સૈફ અલી ખાનના લીડ રોલવાળી નિર્માતા નિખિલ અડવાણીની ફિલ્મ ‘બજાર’માં રાધિકા શેરબ્રોકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક એવી પાવરફૂલ મહિલાનું પાત્ર ભજવી રહી છે, જે શેરબજારના મોટા મોટા સોદાઓને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે, જેના માટે સંબંધો અને લાગણીઓને પણ દાવ પર લગાવવામાં તેને સંકોચ થતો નથી. •
http://sambhaavnews.com/

You might also like