હવે હું ફોકસ બનીઃ રાધિકા આપ્ટે

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે ધીમે ધીમે સ્થાયી થઈ રહી છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેની કરિયર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તે કહે છે કે પહેલાં મારું ઘણું બધું વિખરાયેલું પડ્યું હતું. હવે હું ફોકસ બની છું. પહેલાં મારી પાસે દરેક પાત્ર સ્વીકારવા સિવાય કોઈ ઓપ્શન ન હતો, તેથી ત્યારે ડઝન જેટલી ફિલ્મોમાં નાનકડાં પાત્ર ભજવતી રહી. હવે હું એ કાબેલ બની ગઈ છું અને એ સ્તર સુધી પહોંચી ચૂકી છું કે પહેલાં ડિરેક્ટર પાસેથી સ્ક્રિપ્ટ લઈને વાંચું છું અને પછી હા કહું છું.

રાધિકા કહે છે કે હવે ફિલ્મ મેકર્સ અભિનેત્રીઓની તાકાતને સમજવા લાગ્યા છે. હવે મહિલા કેન્દ્રિત ફિલ્મો બની રહી છે તો મહિલાઓને યોગ્ય વળતર પણ મળશે, પરંતુ પરિવર્તન આવતાં થોડો સમય લાગશે. આજે ઘણી મોટી અભિનેત્રીઓ હાઇ પ્રાઇસ લઇ રહી છે. ધીમે ધીમે આ ગ્રેડ બધા પર લાગુ પડશે ત્યારે હીરો અને હીરોઇનમાં પ્રાઇસની બાબતમાં કોઇ ભેદભાવ નહીં રહે. એ વાત સારી છે કે ફિલ્મ મેકર્સ હવે અભિનેત્રીઓ પર ભરોસો કરવા લાગ્યા છે. અમારે હવે હીરોની છાયા બનીને રહેવું પડતું નથી. અમને અમારા ટેલેન્ટ બતાવવા સ્પેસ આપવામાં આવી રહી છે. •

You might also like