હું નહીં, મારું કામ બોલશેઃ રાધિકા આપ્ટે

રાધિકા અાપ્ટે એક એવી અભિનેત્રી છે, જેનો લુક ભલે અાકર્ષક ન હોય, પરંતુ સશક્ત અભિનયના બળ પર તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ મુકામ બનાવ્યો છે. તેણે ૨૦૦૫માં ફિલ્મ ‘વાહ લાઈફ હો તો અૈસી’થી કરિયરની શરૂઅાત કરી હતી. ત્યારબાદ તેણે ‘હંટર’, ‘માંઝીઃ ધ માઉન્ટેનમેન’, ‘બદલાપુર’ અને ‘ફોબિયા’ જેવી વિવિધ ઝોનરની ફિલ્મો કરી. શોર્ટ ફિલ્મ ‘અહલ્યા’ માટે તે અાંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચિત રહી.

તે રજનીકાંતની ઓપોઝિટ ફિલ્મ ‘કબાલી’ પણ કરી ચૂકી છે. બોલિવૂડ તેને કેવી નજરથી જુઅે છે તે અંગે તેણે કંઈ વિચાર્યું નથી.રાધિકા કહે છે કે બોલિવૂડ મને કેવી નજરથી જુઅે છે તે અંગે વિચાર્યું નથી. જો મને રોલ મળશે તો મારા રોલ જ બોલશે. ઘણીવાર તમારી પ્રશંસા થતી હોય છે, પરંતુ તમને કામ મળતું નથી. કોઈ રોલ મળવો તે પ્રતિભા ઉપરાંત અન્ય ઘણી બાબતોનું પરિણામ હોય છે.

બોલિવૂડ મને કેમ જુઅે છે અથવા મારા માટે શું વિચારે છે તે વિચારવામાં હું સમય વેસ્ટ નહીં કરું. હું રોકાઈને રાહ જોવા ઇચ્છું છું અને એ જોવા ઇચ્છું છું કે અાગળ શું થવાનું છે. રાધિકા ખૂબ જ સારી ડાન્સર પણ છે. તેને ડાન્સ ફિલ્મ કરવાની પણ ઇચ્છા છે. તે કહે છે કે ડાન્સ ફિલ્મની અોફર અાવશે તો હું ચોક્કસ કરીશ. તેને ૧૯૯૦ના દાયકાની અે. અાર. રહેમાનની ‘રોઝા’, ‘દિલ સે’ તથા ‘બોમ્બે’ જેવી ફિલ્મોનાં ગીત ખૂબ જ પસંદ છે. તે કહે છે કે રહેમાન સરના સંગીત પ્રત્યે મારા દિલમાં ઝનૂન છે. મારું સ્વપ્ન છે કે તેઅો એ ફિલ્મનું સંગીત નિર્દેશન કરે, જેમાં હું કામ કરતી હોઉ અને મને તેમનાં જાદુઈ ગીતો પર ડાન્સ કરવાનો મોકો મળે. •

You might also like