કાર રેસર અશ્વિન સુંદરનું કાર અક્સમાતમાં મોત

ચૈન્નઇઃ કાર રેસર અશ્વિન સુંદર અને તેની પત્નીનું કાર અકસ્માતમા મોત થઇ ગયુ છે. અશ્વિનની BMW કાર એક ઝાડ સાથે અથડાઇ હતી. કાર ઝાડ સાથે અથડાતા તેમાં આગ લાગી હતી અને કારની અંદર જ અશ્વિની અને તેની પત્નીનું મોત થયું છે. આ બનાવ સમયે અશ્વિન સુંદર કાર ચલાવી રહ્યો હતો. જેવી તેની કાર ઝાડ સાથે અથડાઇ તેમાં આગ લાગી ગઇ હતી.

પોલીસ અનુસાર બન્ને કારની અંદર મૃત મળ્યા છે. ઘટના દરમિયાન કારના દરવાજા તે ખુલી શક્યો ન હતો અને બન્નેના મોત થઇ ગયા હતા. આ કપલ અન્નામલાઇ પુરમના એમઆરસી નગરમાં પોતાના મિત્રના ઘરે ગયા હતા. ત્યાથી પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. તે સમયે આ ઘટના સર્જાઇ હતી અને બંનેના કારની અંદર જ મૃત્યુ થયા છે.

http://sambhaavnews.com/

You might also like