૪૮ કલાકમાં ‘રેસ-૩’નું ટ્રેલર ત્રણ કરોડ વખત જોવાયુંઃ સલમાનનું ટિ્વટ

નવી દિલ્હી: સલમાન ખાનની આગામી ફિલ્મ ‘રેસ-૩’નું યુટ્યૂબ પર ટ્રેલર અપલોડ થતાં જ અનેક લોકો તેને નિહાળવા તૂટી પડ્યા હતા. આ ફિલ્મને લોકો તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને સલમાન ખાને ટિ્વટ કરતાં જણાવ્યું હતું કે ૪૮ કલાકમાં જ ફિલ્મ ‘રેસ-૩’નું ટ્રેલર ત્રણ કરોડ વખત જોવામાં આવ્યું હતું.

આ ફિલ્મના ટ્રેલરને માત્ર આ ઈન્ડસ્ટ્રીમાંથી જ નહિ પણ વિશ્વભરમાંથી સારો આવકાર મળી રહ્યો છે અને તેની પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ ફાઈ‌િટંગથી ભરપૂર છે તેમજ તેમાં કેટલાક હેરતભર્યા સીન પણ રજૂ કરાયા છે, જેના કારણે અનેક દર્શકોમાં આ ફિલ્મે ભારે આકર્ષણ જમાવ્યું છે અને આ ફિલ્મ પહેલા નંબરે આવશે તેવો વિશ્વાસ વ્યકત થઈ રહ્યો છે.

આ અંગે ટિ્વટ કરતાં સલમાન ખાન અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે તેના સત્તાવાર એકાઉન્ટ પર તેની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે રેતીના ઢગલા પર ઊભો છે અને ટિ્વટ કરતાં જણાવ્યું હતું કે બસ, ટિ્વટ કરવાનો મૂડ આવી જતાં મેં આ રીતે ટિ્વટ કરી દીધું. આમ તો સલમાન ખાન મોટા ભાગે આવી રીતે જ ટિ્વટ કરવા માટે જાણીતો છે અને તેણે આ ફિલ્મનું ટ્રેલર યુટ્યૂબ પર અપલોડ થયા બાદ આ રીતે ટિ્વટ કરતાં તેના ચાહકોમાં ખુશી જોવા મળતી હતી.

અા અગાઉ પણ ફિલ્મ ‘રેસ-૩’નું ટ્રેલર લોન્ચ કરતાં પહેલાં પણ સલમાન ખાને તેના ચાહકોને ઘણી રાહ જોવડાવી હતી ત્યારે હવે આ ફિલ્મનું ટ્રેલર યુટ્યૂબ પર અપલોડ થયું છે, જેને સારો પ્રતિભાવ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ફરી એક વાર વિશ્વાસઘાતની વાત કરવામાં આ‍વી છે અને તેમાં પરિવાર વચ્ચે થયેલા વિરોધને દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે તમારી પાસે પરિવાર હોય છે ત્યારે તમારે દુશ્મનોની જરૂર પડતી નથી.

You might also like