મોદી પોતાની બેનનાં લગ્ન નીતીશ સાથે કરાવી આપે : રાબડી લપસ્યા

પટના : બિહારનાં પુર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની જીભ એવી લપસી કે તેમણે સુળી મોદી પર વિવાદિત ટીપ્પણી કરી હતી. રાબડી દેવી નીતીશ કુમારનાં ભાજપનાં નજીક હોવા અંગેના પત્રકારના સવાલથી ધુંધવાયા હતા. એક સવાલનાં જવાબમાં તેઓ બોલ્યા કે સુશીલ મોદી નીતીશ સાથે પોતાની બહેનનાં લગ્ન કરાવે.

વાત જાણે એમ છે કે નીતીશ કુમાર ઘણી વખત નોટબંધીના મુદ્દે નરેન્દ્ર મોદીનાં વખાણ કરી ચુક્યા છે. જેના કારણે અનુમાન લગાવાઇ રહ્યું છે કે તેઓ ભાજપની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુશીલ મોદીએ પણ નીતીશ કુમારને સુચન આપતા મહાગઠબંધન અંગે પુનર્વિચાર કરવાની સલાહ આપી હતી. જે અંગેના સવાલમાં રાબડી દેવીની જીભ લપસી ગઇ હતી.

એક પત્રકારના સવાલનાં જવાબમાં રાબડીએ કહ્યું કે, મોદીજી નીતીશ કુમારને ઉઠાવી લઇ જાય. પોતાની બહેન સાથે નીતીશ કુમાર લગ્ન કરે. જો કે ત્યાર બાદ રાબડી દેવીએ તે અંગે પોતાની સ્પષ્ટતા આપી હતી. રાબડીએ કહ્યું કે તેમાં વિરોધ કરવાની ક્યાં વાત છે ? અમે થોડી હસી મજાક કરી લીધી તો શું થયું ? તમામ લોકો કરે છે ?

બીજી તરફ નીતીશ કુમાર સોમવારે પોતાની પાર્ટીની બેઠકમાં ભાજપની નજીક હોવાના સમાચારને પહેલા જ ભગાવી ચુક્યા છે. નીતીશ કુમારે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આ પ્રકારની વાતો કરીને તેમની રાજનીતિક હત્યા કરવા માંગે છે. નીતીશે તમામ લોકોને આશ્વસ્ત કર્યા કે બિહારમાં મહાગઠબંધનની સરકારમાં કોઇ સમસ્યા નથી.

You might also like