લાલૂને ફરી એક ઝટકો, રાબડી દેવીને ના મળ્યું નેતા વિપક્ષનું પદ

લાલૂ પ્રસાદ યાદવ અને એમની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને બિહારમાં સરકાર ગૂમાવ્યા બાદ વિધાનપરિષદમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. વિધાનપરિષદમાં આરજેડી તરફથી નેતા પ્રતિપક્ષ માટે રાબડી દેવીનું નામ આપવામાં આવ્યું હતું પરંતુ એને ફગાવી દેવામાં આવ્યું છે. વિધાનપરિષદએ કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળની પાસે એટલા એમએલસી નથી કે રાબડી દેવીને નેતા પ્રતિપક્ષનો દરજ્જો આપવામાં આવે.

બિહાર વિધાનપરિષદ એટલે કે ઉપર સદનમાં કુલ 75 સભ્ય હોય છે. બિહાર વિધાનસભા પરિષદમાં નેતા પ્રતિપક્ષના પદ માટે 9 સભ્યો હોવા જરૂરી છે, પરંતુ આરજેડી પાસે હાલના સમયમાં માત્ર 7 જ એમએલસી છે.

બિહાર વિધાનસભા પરિષદના ડેપ્યુટી ચેરમેન હારૂન રાશિદે કહ્યું કે નેતા પ્રતિપક્ષના પદ માટે 9 એમએલસીની સહી હોવી જરૂરી છે. પર આરજેડી પાસે માત્ર 7 એમએલસી છે. આ રીતે એમનું આવેદન ફોર્મ જ અધૂરું હતું, જેને રિજેક્ટ કરી દેવામાં આવ્યું.

જેડીયૂ પ્રવક્તા અને એમએલસી નીરજ કુમારે કહ્યું કે આરજેડીની પાસે લાલૂ પરિવાર ઉપરાંત કોઇ બીજા કાર્યકર્તા અથવા નેતા કોઇ પણ પદ માટે બન્યા જ નથી.

નોંધનીય છે કે રાબડી દેવી વર્ષ 2012માં બિહાર વિધાનસભાની સભ્ય તરીકે બીજી વખત સદનમાં આવી હતી. એમનું સભ્યપદ 2018 સુધી છે.

http://sambhaavnews.com/

You might also like