પ્રોસ્ટેટ કેન્સરના કારણે રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું હતું

કોલકાતા:  નોબેલ પારિતોષિક વિજેતા પ્રથમ ભારતીય અને જાણીતા બાંગ્લા લેખક રવીન્દ્રનાથ ટાગોરનાં મૃત્યુ અંગે બહુ ઓછા લોકોને જ ખબર હશે. ટાગોરના પૈતૃક ઘરના સંરક્ષક રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે કે ૧૯૪૧માં જે કારણોસર ટાગોરનું મૃત્યુ થયું હતું. એ ઘટનાનું પુનનિર્માણ કરવામાં આવશે.

વાસ્તવમાં દેશના કેટલાય મોટા ડોક્ટરોએ ટાગોરની સારવાર કરનાર તબીબી નિષ્ણાતોના મેડિકલ પેપર અને તેમના નિરીક્ષણોનું અવલોકન કર્યું છે. અત્યાર સુધી ટાગોરનાં મ્યુઝિયમ જોડાસાન્કો ઠાકુરવાડી નજીક ટાગોરના આખરી દિવસોનું કોઈ રેકોર્ડિંગ નથી. જ્યાં ટાગોરે આખરી શ્વાસ લીધા હતા. તે રૂમને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે, પરંતુ અહીં આવનારા લોકોને ટાગોરની બીમારીનાં કારણ અંગે કોઈ માહિતી આપવામાં આવતી નથી.

રવીન્દ્ર ભારતીય યુનિવર્સિટીના કુલપતિ સબ્યસાચી બસુ રોયે જણાવ્યું છે કે સમય હવે બદલાઈ ચૂક્યો છે અને અમે આ અંગે જે ભ્રામક વાતો છે તે દૂર કરવા માગીએ છીએ. ટાગોરનું મૃત્યુ કઈ રીતે થયું હતું તેની હજુ કોઈને ખબર નથી. મોટા ભાગના લોકોને એ વાતની ખબર નથી કે ટાગોર પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બન્યા હતા અને પ્રોસ્ટેટ કેન્સરને કારણે તેમનું મૃત્યુ થયું હતું. ટાગોર નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ એશિયન હતા. તેમણે ૧૯૧૩માં તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિ માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

You might also like