રાબડીએ બદલાવ્યો RSSનો ડ્રેસ કોડઃ લાલુ

અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવએ આર.એસ.એસ.નો ડ્રેસ કોડ બદલવાનો શ્રેય પોતાની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને આપ્યો છે. આર.એસ.એસ.એ હાફ પેન્ટની જગ્યાએ ફૂલ પેન્ટ પહેરવાનો આદેશ સ્વયંમ સેવકોને આપ્યો છે. ત્યારે લાલુએ ટ્વીટ કરતા લખ્યું છે કે રાબડીએ આર.એસ.એસ.ને પોતાની ડ્રેસ બદલવા માટે મજબુર કર્યા છે. આર.એસ.એસ. પર કટાક્ષ કરતા લાલુએ કહ્યું છે કે , “તેઓ ફરીથી આર.એસ.એસ.ને હાફ પેન્ટ પહેરવા માટે મજબુર કરશે. “લાલુએ એમ પણ કહ્યું છે કે,  “તેમની પત્ની રાબડીએ2 મહીના પહેલા સંઘના ડ્રેસ કોડ પર પ્રશ્ન કર્યો હતો. જેનાથી આર.એસ.એસ. બહુ જ હેરાન થઇ ગયો હતો. તેથી જ તેમણે હાફ પેન્ટની જગ્યાએ આખુ પેન્ટ પહેરવાનું નક્કી કર્યું છે.” જાન્યુઆરીમાં રાબડીએ એવું નિવેદન આપ્યું હતું કે, ” આર.એસ.એસ.ના વડિલોને જાહેર સ્થળોએ હાફ પેન્ટ પહેરવામાં શરમ નથી આવતી.”  રાબડીના આ નિવેદનની તે સમયે કેન્દ્રિય મંત્રીઓ સાથે ભાજપના કેટલાક અગ્રગણ્યો લોકોએ પણ ટીકા કરી હતી.

You might also like