મારી પાસે પણ વિકેટ લેવાનું લાઇસન્સ છેઃ આર. અશ્વિન

મેલબોર્નઃ પહેલી ટી-૨૦ મેચમાં શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ ટોચ પર છે. ગઈ કાલે અશ્વિને કહ્યું કે હુમલો કરવાની ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની રણનીતિથી હું જરા પણ વિચલિત નથી, કારણ કે મારી પાસે તેનો સામનો કરવાની અને વિકેટ લેવાની ક્ષમતા છે.

અશ્વિને કહ્યું, ”આ બેટ્સમેનોની ટૂર્નામેન્ટ છે તેથી તમારે પોતાના બેઝિક્સ પર અડગ રહેવું પડે છે. જ્યારે મેં ટીમમાં વાપસી કરી ત્યારે હું આત્મવિશ્વાસથી ભરપૂર હતો અને મેં મારી રણનીતિ બનાવી રાખી હતી. મારી પાસે સર્કલની બહાર પણ એક વધારાનો ફિલ્ડર હતો, જેનો મને મોટો ફાયદો મળ્યો.” પહેલી ટી-૨૦ મેચમાં એરોન ફિંચ દ્વારા તેને ટાર્ગેટ બનાવવા અંગે પૂછવામાં આવતા અશ્વિને કહ્યું, ”જો તેની પાસે લાઇસન્સ હોય તો મારી પાસે પણ વિકેટ લેવાનું લાઇસન્સ છે. એવું નથી કે તેઓના ઓફ સ્પિનરની બોલિંગમાં રન નથી બની રહ્યા. તેઓએ પણ ૮૦ રન આપ્યા હતા.”

You might also like