ડ્રગ્સ છોડવા જેટલું જ મુશ્કેલ છે જંક ફૂડ છોડવું

ન્યૂયોર્ક: જંક ફૂડ છોડવાની અસર ડ્રગ્સ છોડવા જેવી થઇ શકે છે. મિ‌શિગન યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તેમાં કહેવાયું છે કે જો કોઇ વ્યકિત અચાનક ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દે તો તેને કમસે કમ અઠવાડિયા સુધી થાક, ડિપ્રેશન અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ રહે છે. આ જ લક્ષણ ડ્રગ્સ છોડનાર વ્યકિતમાં પણ જોવા મળે છે.

જો કોઇ વ્યકિતએ શરૂઆતના પાંચ દિવસ માટે જંક ફૂડ છોડી દીધું તો તેના માટે તેને સંપૂર્ણ બંધ કરવું સરળ હોય છે. સાથે-સાથે તેની ખરાબ અસર ધીમે ધીમે બંધ થઇ જાય છે. રિસર્ચ મુજબ ફેટયુક્ત ખોરાક ખાવાથી મગજ તે વ્યસનનો શિકાર બની જાય છે.

આવા સંજોગોમાં તે ડ્રગ્સ છોડવા જેટલું મુશ્કેલ બને છે. લોકોએ થોડા સમય બાદ પોતાનું ડાયટ બદલવા માટે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.

મિ‌શિગન યુનિવર્સિટીનું ફાસ્ટ ફૂડના વ્યસન અંગેનું આ પહેલું રિસર્ચ છે. રિસર્ચર ડો.એસ્લીનું કહેવું છે કે ખાંડ અને મીઠું બંને વ્યકિતમાં ખાવાની પ્રબળ ઇચ્છા ઊભી કરે છે. ફાસ્ટ ફૂડમાં સામાન્ય રીતે તેની માત્રા વધુ હોય છે.

આ કારણે કોઇ પણ વ્યકિત ફાસ્ટ ફૂડ ખાવાની પોતાની ઇચ્છા પર નિયંત્રણ રાખી શકતી નથી અને તેના કારણે મેદ‌િસ્વતાની સમસ્યા વધેે છે. એક રિસર્ચ મુજબ દુનિયાની લગભગ ચોથા ભાગની વસ્તી ર૦૪પ સુધી મેદસ્વિતાનો સામનો કરી રહી હશે. આવામાં મિ‌શિગન યુનિવર્સિટીનો આ રિપોર્ટ ફાસ્ટ ફૂડ અંગેની ખરાબ અસર અંગે જાણકારી આપે છે.

You might also like