જ્વેલરી પર હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાની દિશામાં ઝડપથી કાર્યવાહી

અમદાવાદ: સરકાર કાળાં નાણાં ઉપર અંકુશ લાવવા તથા ગ્રાહકોનાં હિતોની રક્ષા કરવા જ્વેલરી પર હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. દેશમાં હાલ ૫૦૦ હોલમાર્કિંગ સેન્ટર છે, પરંતુ આ હોલમાર્કિંગ સેન્ટર તેમની કાર્યક્ષમતા કરતાં માત્ર ૩૦થી ૪૦ ટકાની કાર્યક્ષમતા પર કામ કરી રહ્યાં છે. નોંધનીય છે કે પ્રત્યેક હોલમાર્કિંગ સેન્ટરની રોજ ૨૦૦૦ નંગ એટલે કે ૨૦ કિલો જ્વેલરીના હોલમાર્કિંગની છે.

અમદાવાદ સહિત રાજકોટ, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, કોઇમ્બતૂર જેવાં શહેરોમાં હોલમાર્કિંંગ સેન્ટર છે. દેશનાં મુખ્ય શહેરોમાં એવરેજ દશથી વધુ હોલમાર્કિંગ સેન્ટર કામકાજ કરી રહ્યાં છે. સરકાર આ હોલમાર્કિંગ સેન્ટર કાર્યરત થાય તે માટે ૨૦થી ૨૫ લાખની સબસિડી પણ ઉપલબ્ધ કરાવી રહી છે.

બીઆઇએસ-બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે તાજેતરમાં કરેલા એક વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે પાછલાં ૧૮ વર્ષમાં ૯૯ ટકા હોલમાર્કિંગ ૨૨ કેરેટની શ્રેણીમાં થયું છે, જ્યારે ૧૯, ૨૦ અને ૨૩ કેરેટની જ્વેલરીની શ્રેણીમાં ખૂબ જ ઓછું હોલમાર્કિંગ થયું છે.

You might also like