આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ, નર્મદા વિભાગની માગણી પર થશે મતદાન

આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મહત્વના સવાલો કરાશે. જેમાં શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. મીઠા ઉદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે. ઉપરાંત આદિજાતિ વિકાસ, પ્રવાસન, પંચાયત વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે.

રાજ્યમાં પાણીનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે, એવામાં પાણી માટે ઉભી કરવામાં આવતી સુવિધા અંગે પણ ચર્ચા અને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. રાજય મુડી રોકાણ લિમિટેડ અને ડેરી વિકાસ નિગમનો અહેવાલ પણ રજૂ થશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માગણી પર ચર્ચા થશે. નર્મદા જળસંપતિ વિભાગની માગણીઓ પર ચર્ચાની સાથે મતદાન કરવામાં આવશે.

You might also like