આખરે કેમ ‘સ્માર્ટ’ નથી લાગી રહ્યો દુનિયા સૌથી સસ્તો સ્માર્ટફોન ‘Freedom 251’

નવી દિલ્હી: દુનિયા સૌથી સસ્તા સ્માર્ટફોન ‘ફ્રીડમ 251’એ રિંગિંગ બેલ્સ કંપની જે ફીચર્સ સાથે લોન્ચ કર્યો, તે ખરેખર આશ્વર્ય પમાડે તેવા છે. ફક્ત 251 રૂપિયાની કિંમતવાળા આ ફોનમાં જે ખાસિયત છે, તેની તુલનામાં બજારમાં ઉપલબ્ધ બીજા સ્માર્ટફોનની કીંમતના મામલે ખૂબ આગળ છે. આથી જ ફોનની બુકીંગ શરૂ થતાં બધા જ રેકોર્ડ તૂટી ગયા.

ફ્રીડમ 251: જૂનો ફોન, નવું નામ?

રિંગિંગ બેલ્સે ઓછી કીંમતના વિશ્વાસ સાથે ‘ફ્રીડમ 251’ને લોન્ચ કર્યો તો બજારમાં મોટા-મોટા ખેલાડીઓના હોશ ઉડી ગયા. 251 રૂપિયામાં આ સ્પેસિફિકેશન સાથે મોબાઇલ મળવાની વાત હકીકતમાં સમજાઇ રહી ન હતી. આખરે આટલો સસ્તો સ્માર્ટફોન કોઇ કંપની કેવી રીતે આપી શકે. ભાજપના સાંસદ કીરીટ સોમૈયાને તેની પાછળ પોન્ઝી સ્કીમ જેવો ખતરો નજર આવી રહ્યો છે તો તો બીજી તરફ ઇન્ડીયન સેલ્યુલર એસોસિએશનને પન મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે.

એક સમયે કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા freedom 251ના માલિક!

કંપનીના બેકગ્રાઉન્ડની જાણકારી નથી રાજકારણીઓ અને ટેલીકોમ જગતના લોકોની આ શંકા પણ ખોટી નથી કારણ કે રિંગિંગ બેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું નામ મોટાભાગના લોકોએ પહેલાં સાંભળ્યું જ નથી. કંપની સપ્ટેમ્બર 2015માં બની છે. એમિટિના ગ્રેજ્યુએટ મોહિત કુમાર ગોયલે આ કંપની બનાવી હતી અને તેના રોકાણ અને બેકગ્રાઉન્ડને લઇને પણ કોઇની પાસે વધુ જાણકારી નથી.

Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

રિંગિંગ બેલ્સના સીઇઓ અશોક ચઢ્ઢાના અનુસાર, કંપની મોટા ઇમ્પોર્ટ ડ્યૂટી પર છૂટ, મોટા વોલ્યૂમ પર નિર્માણ અને ઓનલાઇન સેલથી પોતાના ખર્ચ માં કાપ કરશે.

Freedom 251 ખરીદતાં પહેલાં આટલી વાતોનું ધ્યાન રાખો

મોબાઇલના મોડલનું સર્ટિફિકેશન થયું નથી કંપની મોટા પ્લાન અને સપના તો બતાવી રહી છે પરંતુ આ સપના ક્યારે અને કેટલા પુરા થશે તેને લઇને લોકોના દિલમાં સવાલ ઉદભવી રહ્યાં છે. ભાજપના સાંસદ કીરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘મંત્રાલયના રિપોર્ટ અનુસાર મોબાઇલ અને મોડલનું સર્ટિફિકેશન થયું નથી અને ના તો કોઇ અરજી આવે છે.’

Freedom 251: બુકીંગ શરૂ, જાણો કેવી રીતે ખરીદી શકો છો તમે

ફ્રીડમ 251ને લઇને ભલે સવાલ ઉદભવી રહ્યા હોય પરંતુ ફક્ત 251 રૂપિયામાં સ્માર્ટફોન આપવાની રજૂઆત કરી કંપનીએ સામાન્ય લોકોમાં સસ્તા સ્માર્ટફોનને લઇને દિલચસ્પી તો પેદા કરી દીધી છે. હવે જોવાનું એ છે કે લોકોના હાથમાં મોબાઇલ ફોન આવે છે કે નહી.

કંપનીના સીઇઓએ કર્યો દાવો
ફ્રીડમ 251 લોન્ચ કરનાર કંપની રિંગિંગ બેલ્સનો દાવો છે કે બુકીંગ શરૂ થતાં જ જોરદાર ઓપનિંગ મળી છે. રિંગિંગ બેલ્સના સીઇઓ અશોક ચઢ્ઢાનું માનીએ તો ફોન બનાવવાનો ખર્ચ 2500 છે, પરંતુ મેક ઇન ઇન્ડીયા હેઠળ બનનાર આ સ્માર્ટફોનને ફ્કત 251 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. દાવા અનુસાર કંપની કંપની ખર્ચની ભરપાઇ કરી લેશે. તેના માટે ફોનમાં મેડ ઇન ઇન્ડીયા સામાનનો ઉપયોગ કરવામાં આવશે, જેથી 13.8 ટકા ડ્યૂટીની બચત થશે. ફોનનું ઓનલાઇન વેચાણ થશે, જેથી ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક પર પડનાર ખર્ચ બચશે.

ઉઠી રહ્યાં છે સવાલો
– ફક્ત 251 રૂપિયાના સ્માર્ટફોનનું સપનું કેવી રીતે સાકાર થશે?
– કંપનીએ કેવી રીતે સ્માર્ટફોનની કીંમત આટલી ઓછી રાખી છે?
– કંપની પોતાનો ખર્ચ વસૂલી શકશે કે નહી?

આ છે શંકાના કારણો અને આંકડા
– બજારમાં આજકાલ જે સૌથી સસ્તા સ્માર્ટફોન છે, તે પણ લગભગ 1800થી રૂપિયાથી ઓછા નથી. એટલે કે ફ્રીડમ 251થી લગભગ 7 ગણી વધુ કીંમતના.
– સામાન્ય રીતે 251 રૂપિયામાં 16 જીબીનું મેમરી કાર્ડ પણ મળતું નથી.
– 251 રૂપિયામાં સ્માર્ટફોનના બ્રાંડેડ કવર પણ મુશ્કેલીથી મળે છે.
– કોઇ સ્માર્ટફોનનો એક વખતનો સર્વિસ ચાર્જ પણ 250થી વધુ વસુલવામાં આવે છે.
– આજકાલ 3જી ઇન્ટરનેટ પેક માટે પણ 300 રૂપિયાથી વધુ ચુકવવા પડે છે. – કોઇ સ્માર્ટફોનની એક બેટરી પણ ઓછામાં ઓછા 300 રૂપિયાની આવે છે.

બીજા સ્માર્ટફોનના મુકાબલે વધુ ફીચર્સ
– ફ્રીડમ 251માં ડિસ્પ્લે 4 ઇંચની હશે, જ્યારે બીજા સસ્તા સ્માર્ટફોનની ડિસ્પ્લે સાડા ત્રણ ઇંચની હોય છે.
– ફ્રીડમ 251માં 1450 mAhની બેટરી હશે. તો બીજી તરફ બીજા ફોનમાં 1250 mAhની બેટરી હોય છે.
– તેમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી છે, જ્યારે બીજા સ્માર્ટફોનમાં 4 જીબી મેમરી હોય છે.
– તેમાં 1GB RAM રેમ છે. તેની તુલનામાં બીજા ફોનમાં RAM 512 MB રેમ છે.

You might also like