સૌથી પહેલાં રાણી એલિઝાબેથ જોશે બાહુબલી-2નું પ્રીમિયર

ભારતીય સિનેમાની મોસ્ટ અવેડેટ ફિલ્મ બાહુબલીઃ ધ કન્ક્લૂધન-2ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ બાહુબલીની ટીમ ફિલ્મની લોકપ્રિયતા વધારવા માટે તે અંગે માહિતી પણ સમયાંતરે શેર કરી રહ્યાં છે. પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબતી સ્ટારર ફિલ્મ બાહુબલી-2 અંગે હવે એવા સમાચાર સામે આવ્યાં છે કે તેનું પ્રીમિયર યૂનાઇટેડ કિંગડમમાં યોજવામાં આવશે.

આ ફિલ્મના પ્રીમિયપની ખાસ વાત તો એ છે કે રાણી ઇલિઝાબેથ દ્વિતીય તેને જોશે. મળતી માહિતી મુજબ 27 એપ્રિલે બકિંધમ પેલેસમાં ભારતીય અને બ્રિટિશ સરકાર દ્વારા આયોજ સાંસ્કૃતિક કાર્યક્રમાં ભારતની આઝાદીના 70 વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં બાહુબલીઃ ધ કન્ક્લૂઝન-2ના પ્રીમિયરનું આયોજન કરવામાં આવશે.

આ સમારોહમાં બાહુબલીના પ્રીમિયર સિવાય અન્ય ભારતીય ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. બાહુબલીના પહેલાં ભાગમાં વિઝ્યુઅલ ઇફેક્ટે દુનિયાભરના તમામ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જ્યારે બાહુબલી -2માં વધારે સારી વિઝ્યુઅલ ઇફેક્ટ જોવા મળશે. 28 એપ્રિલે બાહુબલી-2 રીલિઝ થવા જઇ રહી છે.

http://sambhaavnews.com/

You might also like