બ્રિટનની રાણીને જોઇએ છીએ માળી, વાર્ષિક કરો 14 લાખની કમાણી

લંડન: રાણી એલિઝાબેથ દ્વિતીય બંકિધમ પૈલેસમાં પોતાના બગીચાની સુંદરતા વધારવા માટે એક વિશેષજ્ઞની શોધ છે. આ કામ માટે શરૂઆતનો પગાર માત્ર ૧૬,૫૦૦ પાઉન્ડ વર્ષે છે.

કર્મચારીને પૂર્ણકાલીન રૂપથી કામ કરવું પડશે અને તેને રહેવાની સુવિધા પણ આપવામાં આવશે. મહારાણી અને રાજપરિવારે રોજબરોજની સેવા આપનાર રોયલ હાઉસ હોલ્ડે પોતાની વેબ્સાઈટ પર લખ્યું છે કુશળ માળીની આ નાની ટીમમાં સમાવેશ થઇને તમને એ નક્કી કરવામાં મદદ કરશે કે શાહી બગીચા અને બંધિકમ પૈલેસ અને સેન્ટ જેમ્સ પૈલેસની આજુબાજુના ક્ષેત્ર ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવે છે.

માળીએ નક્કી કરવું પડશે કે આખુ વર્ષ આ લોનની દેખરેખ થાય જેમાં ઘાસ કાપવું, સીંચવું, ખાતર નાખવું વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત તેનામાં ઘણી બધી બીજી ખાસિયતો હોય, જેને ડ્રાઈવિંગ લાઈસેન્સ અને રમતોના ટોચના લેવલ ૨ની ઔપચારિક યોગ્યતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવેદન કરવાની છેલ્લી તારીખ નવ સપ્ટેમ્બરે છે.

You might also like