૭૦૦ અબજના ખર્ચે બનશે વિશ્વનું સૌથી હાઇટેક સિટી

કતાર: આગામી દિવસોમાં ૭00 અબજ રુપિયાના ખર્ચે વિશ્વનું સૌથી હાઇટેક સિટી તૈયાર થશે. અને જો તમારે ૨૧મી સદીનું આ સૌથી હાઇટેક શહેર કેવું હશે? તે જોવુ હોય તો કતારનું લુસૈલ શહેર સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિટી ફિફા વર્લ્ડ કપ માટે ડેવલપ કરવામાં આવી રહ્યુ છે. અને તેથી જ અહીં સ્ટેડિયમ, શોપિંગ મોલ, હોસ્પિટલ અને લોકોને રહેવા માટે ઘરથી લઇને બધું જ હશે. આ પ્રોજેક્ટ અંદાજિત 2700 અરબ રૂપિયાનો છે.

શહેર રણ-સમુદ્ર પર વસેલું છે
આ અંગેના પ્રોજેક્ટ પર કતાર સરકાર અને અનેક કન્સ્ટ્રક્શન એજન્સી કામ કરી રહી છે. જે 2019 સુધી બનીને તૈયાર થશે. આ ઉપરાંત 2700 અબજના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સિટીમાં 2022ના ફીફા વર્લ્ડકપની ફાઇનલ મેચ થશે. આ ઉપરાંત 38 સ્ક્વેયર કિમીના ક્ષેત્રફળમાં વસેલા આ શહેરમાં સ્ટેડિયમ, આઇલેન્ડ્સ, શોપિંગ મોલ, હોસ્પિટલ, ઝૂ અને ગોલ્ફ કોર્સ સુધી બધું જ હશે.

હાઇટેક સિટીની ખાસિયતો
લુસૈલમાં ઇલેક્ટિરક ઇક્વિપમેન્ટ્સથી લઇને ટ્રાફિક સિસ્ટમ સુધી બધુ જ કોમ્પ્યુટરાઇઝ્ડ હશે. ટૂરિસ્ટ્સ લુસૈલ સુધી પહોંચવા માટે લાઇટ ટ્રેન, વોટર ટેક્સી સિસ્ટમ અને ઉપરાંત પગપાળા જતા લોકો અંડરગ્રાન્ડ પેસેજનો ઉપયોગ કરી શકે છે. અહીં જરૂરિયાત જણાતા ટ્રાફિક આપમેળે જ ડાયવર્ટ થઇ જશે. એટલું જ નહીં, સિક્યોરિટીના હિસાબે સડકોના દરેક ખૂણે કેમેરા લગાવીને આવતા-જતા લોકો પર નજર પણ રાખવામાં આવશે.

You might also like