કંદીલ બલોચનાં ભાઇની ધરપક : કહ્યું હત્યાનો કોઇ અફસોસ નહી

મુલ્તાન : પોપ્યુલર સોશ્યલ મીડિયા સેલીબ્રિટી અને પાકિસ્તાની મોડલ 26 વર્ષીય કંદીલ બલોચની હત્યા કરનારા તેનાં ભાઇ વસીમની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર વસીમે પુછપરછ દરમિયાન પોતાનો ગુનો કબુલી લીધો છે. વસીમે કહ્યુ કે તેણે શાન(ઓનર) માટે પોતાની બહેનનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ ફરાર થયેલા વસીમની ગણત્રીનાં કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.

વસીમે જણાવ્યું કે તેને બહેનની હત્યાનો કોઇ અફસોસ નથી. તેણે પહેલા કંદિલને બેહોશ કરવાની દવા આપી અને ત્યાર બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. કંદીલનાં ભાઇનું કહેવુ છે કે તે કંદીલનાં ફેસબુક પોસ્ટ અને વિવાદિત વિડિયોઝનાં કારણે પરેશાન હતો. થોડા સમય પહેલા વસીમે ફેસબુક અનેવીડિયો દ્વારા પણ કંદીલને ધમકી આપી હતી. ત્રણ અઠવાડીયા પહેલા કંદિલે પાકિસ્તાનનાં આતરિક સુરક્ષા મંત્રી, સંઘીય તપાસનાં મહાનિર્દેશક અને ઇસ્લામાબાદનાં પોલીસ પ્રમુખને પત્ર લખીને સુરક્ષાની માંગણી પણ કરી હતી. તેમણે મોબાઇલ ફોન પર ધમકીઓ મળતી હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કંદિલ અગાઉ પણ પાકિસ્તાનનાં વિવિધ અધિકારીઓ સમક્ષ પોતાનાં જીવને ખતરો હોવાની વાત કરી ચુકી હતી. જો કે પોલીસે તેની વાત કાને નહી ધરીને તેની સુરક્ષા માટેની કોઇ વ્યવસ્થા કરી નહોતી. પાકિસ્તાની ચેનલ જીયો ન્યૂઝનાં અનુસાર કંદીલ દેશી બહાર જતી રહેવા માટેની તૈયારીઓ કરી ચુકી હતી. પરંતુ તેની માંગ અંગે પાકિસ્તાની ગૃહમંત્રાલય દ્વારા કોઇ પ્રતિક્રિયા નહોતી આપવામાં આવી. જીવને ખતરો હોવાનાં કારણે કંદિલે ઇદ બાદ વિદેશમાં વસવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી.

You might also like