પી.વી સિંધુનો હોટ ગ્લેમરસ લૂક જોઇને ચોંકી ઉઠશો તમે

મુંબઇ : રિયો ઓલમ્પિક 2016ની સિલ્વર મેડલિસ્ય પી.વી સિંધુએ નવા અવતારમાં જોવા મળી છે. તેણે સોમવરે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસ્વીર શેર કરી છે. આ ફોટો સ્પોર્ટ ઇલસ્ટ્રેટેડ ઇન્ડિયા મેગેઝીનનાં કવર પેજ પર છપાયું છે.

22 વર્ષનાં હૈદરાબાદી બેડમિંટન સ્ટાર સિંધુનાં આ ગ્લેમરસ લુકને મેગેઝીનનાં કવર પેજ પર જોઇને તેનાં દર્શકો સતત આ તસ્વીરોને લાઇક કરી રહ્યા છે. ફોટો શેર કરતા પહેલા બે કલાક દરમિયાન લગભગ 25 હજાર લોકોએ તેને લાઇક કરી છે.
નોંધનીય છે કે, પીવી સિંધુને સ્પોર્ટ ઇલસ્ટ્રેટેડ ઇન્ડિયા મેગેઝીને સિંધુને આ મહિનાનાં એક સમારંભમાં સ્પોર્ટપર્સન ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો હતો. સાથે જ તેમને કોચ પી.ગોપીચંદને કોચ ઇયર ઓફ ધ યરનું સન્માન આપ્યું. જ્યારે લિવિંગ લીજેન્ડ તરીકે મિલખા સિંહ રહ્યા હતા.

પીવી સિંધુ આંધ્રપ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટર ગ્રુપ-1 અધિકારી તરીકે નિયુક્ત થઇ છે. થોડા જ દિવસો પહેલા હૈદરાબાદમાં મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબૂ નાયડૂએ સિંધુને ઓફર લેટર પણ આપ્યું હતું.

You might also like