અમેરિકી મિસાઇલોની તૈનાતી પર રશિયાએ આપી રોમાનિયા અને પોલેન્ડને ચેતાવણી

એથેન્સ યૂરોપમાં અમેરિકી મિસાઇલોની તૈનાતીના મુદ્દાઓ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને શુક્રવારે ચાતાવણી આપી કે મોસ્કો પાસે બદલાવી કાર્યવાહી ઉપરાંત કોઇ રસ્તો રહ્યો નથી. રશિયાએ આ સાથે જ રોમાનિયા અને પોલેન્ડને પણ ચેતાવણી આપી છે કે બંને દેશો મોસકોના નિશાના પર આવી શકે છે. યૂરોપમાં અમેરિકી મિસાઇલ શીલ્ડ પ્રોગ્રામના પુતિનેએ રશિયાની સુરક્ષા પર સીધો ખતરો દેખાડ્યો છે. આમાંથી કેટલાકની તૈનાતી પોલોન્ડ અને કેટલાકની તૈનાતી રોમાનિયામાં કરવામાં આવી રહી છે.

ગ્રીસના પ્રધાનમંત્રી અલેક્સિસ સિપ્રાસની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં પુતિને કહ્યું હતું કે, ‘જો તે વિસ્તારમાં રહેનારા રોમાનિયાના લોકો કાલે આ સીધી વાત સમજતા નથી કે તે જાતે જ પોતાને નાજુક સ્થિતિમાં નાંખી રહ્યા છે તો આજે અમારી મજબૂરી છે કે અમે અમારી સુરક્ષા માટે જરૂરી પગલા ભરીએ.’ પુતિને આગળ કહ્યું કે,’પોલેન્ડ સાથે પણ આ જ વાત થશે.’

પરંતુ આ સાથે પુતિને આ વાત પર પણ જોર આપ્યું કે રશિયા તેની શરૂઆત કરી રહ્યું નથી, તે ફક્ત વોશિંગ્ટનના પગલાંને જવાબ આપી રહ્યું છે. તેઓએ કહ્યું કે, ‘જ્યાં સુધી અમે અમારા પડોશી વિસ્તારોમાં રોકેટ જોઇ લઇશું નહીં ત્યાં સુધી અમે કોઇ કાર્યવાહી કરીશું નહીં.’

You might also like