પુતિનની અમેરિકાને ચેતવણી, 755 રાજદૂતો રશિયા છોડે

મોસ્કો : અમેરિકા અને રશિયા વચ્ચેને સંબંધો ફરી એક વાર વણસ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાને કડક ચેતવણી આપી છે. પુતિને અમેરિકાના 755 રાજદૂતોને રશિયા છોડી દેવા જણાવ્યું છે. પુતિને ચેતવણી આપતા જણાવ્યું હતું કે બની શકે છે વોશિંગ્ટન સાથે લાંબા સમય સુધી સંબંધો સુધરશે નહીં. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ હાલમાં જ રશિયા ઉપર કડક પ્રતિબંધ મુકતા રશિયાએ આ પગલું ભર્યું છે.

રશિયાના વિદેશ મંત્રાલયે આ અગાઉ પણ માગ કરી હતી કે વોશિંગ્ટન રશિયામાંથી પોતાના રાજદૂતોની સંખ્યા ઘટાડી દે. હાલમાં રશિયામાં અમેરિકાના એક હજારથી વધૂ રાજદૂતો કામ કરી રહ્યાં છે ત્યારે પુતિને 755 લોકોને રશિયામાં કામ બંધ કરી પરત જવા કહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like