ઓબામા સાથે દુશ્મની પરંતુ ટ્રમ્પ સાથે દોસ્તી, પુતિને પાઠવી ટ્રમ્પને શુભેચ્છા

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમેર પુતિને ક્યારેય અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફ ક્યારે પ્રેમથી નથી જોયું. પરંતુ તેમણે જ્યારે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ચુંટણીને જીતવાની શુભેચ્છા પાઠવી છે. પરંતુ તેમણે જ્યારે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ચુંટણી જીતવાની શુભેચ્છા પાઠવી છે ત્યારે આંતરસાષ્ટ્રીય બોબતોના નિષ્ણાતો હેરાન છે.

શું કહ્યું પુતિને
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિે ટ્રમ્પને એક સંદેશો મોકલ્યો છે. આ સંદેશામાં પુતિને ભરોસો અપાવ્યો છે કે હવે મોસ્કો અને વોશિંગટન વચ્ચે વાતચીતનો રસ્તો ખુલી ગયો છે.
પુતિને આશા વ્યક્ત કરી છે કે ટ્રમ્પ, રશિયા અને અમેરિકા બંનેના હિતોને ધ્યાનમાં રાખશે. પુતિને આશા વ્યક્ત કરી છે કે રશિયા-અમેરિકાના સંબંધોને આ સંકટના સમયોમાં વધુ સારા કરવા માટે સંયુક્ત પ્રયાસો થઈ શકશે.

અમેરિકા ભરશે પગલાં
પુતિને પોતાના સંદેશામાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમને ભરોસો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે બળતા મુદ્દાઓ છે તેઓના પર ધ્યાન આપવામાં આવશે અને વૈશ્વિક સુરક્ષા માટે પ્રભાવશાળી પગલાં ભરવામાં આવશે.
રશિયાની ન્યૂઝ એજન્સી આરઆઈએ નોવોસ્તીએ આ વિશે માહિતી આપી છે. રશિયાના વિદેશ વિભાગના પ્રવક્તા વ્યાસેશલ્વ વોલોદિન તરફથી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે ટ્રમ્પની જીત રશિયા અને અમેરિકા વચ્ચે

વાતચીતનો નવો માર્ગ ખુલશે
તેમણે કહ્યું છે કે હાલમાં રશિયા અને અમેરિકા વચ્ચે મૈત્રીભર્યા સંબંધો નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી છે કે નવા રાષ્ટ્રપતિના આવ્યા પછી સંબંધોનો નવો માર્ગ શરૂ થશે.

ઓબામા અને પતિનની જંગ
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પુતિન પર અમેરિકાની ચુંટણીને પ્રભાવિત કરવાનો આરોપ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા લગાડી ચૂક્યા છે. આ સિવાય કેટલાક દિવસો પહેલા પુતિને કહ્યું હતું કે અમેરિકા ટ્રમ્પને ચુંટે અથવા ન્યૂક્લિયર વોર માટે તૈયાર રહે.

You might also like